ઝાયડ્સમાં સારવાર માટે આવેલ વિદેશી નાગરિક ભેદી રીતે ગુમ

અમદાવાદના થલતેજ ખાતે આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં માનસિક બીમારીની સારવાર માટે આવેલા તાનજાનિયાના વૃદ્ધ એકાએક ગુમ થઈ ગયાં હોવાની ઘટના બની છે. સોલા પોલીસે જાણવા જોગ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

સોલા પોલીસના જણાવ્યા મુજબ પૂર્વ આફ્રિકામાં આવેલા તાનજાનિયાના દેશના રહેવાસી ઐયાઝઅલી ગુલામઅલી (ઉ.વ.૬૦) તેમની બહેન સાથે અમદાવાદ આવ્યા હતાં. થલતેજ વિસ્તારમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં તેમની માનસિક બીમારીની સારવાર ચાલી રહી હતી.

દરિમયાનમાં ગઈકાલે સાંજે અચાનક ઐયાઝઅલી હોસ્પિટલમાંથી ગુમ થઈ ગયા હતાં. હોસ્પિટલના સત્તાધીશોને જાણ થતાં તેઓએ પણ શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેઓ મળી આવ્યા ન હતાં.

આ અંગે તેમની બહેને સોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવા જોગ નોંધાવી છે. જેના આધારે સોલા પોલીસેે ઐયાઝઅલીની શોધખોળ હાથ ધરી છે. સોલા પોલીસે જણાવ્યું હતું કે તેઓ થોડા માનસિક અસ્થિર છે અને હાલમાં તેમની તપાસ ચાલુ છે.

You might also like