૨૦૩૦ સુધી ઝકરબર્ગને જોઈઅે છે પાંચ અબજ યુઝર્સ

ન્યૂયોર્ક: ફેસબુકના કર્તાહર્તા માર્ક ઝકરબર્ગે તેના બર્થ ડે પર ફરી એકવાર ઇન્ટરનેટનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. પોતાના જન્મદિવસે તેને કહ્યું કે મારે અાખી દુનિયાને કનેક્ટ કરવી છે અને વિશ્વની સરકારો, વિવિધ કંપનીઅો સાથે ભાગીદારી કરવી છે. યુઅેસઅે ટુડે જેવા ન્યૂઝ પેપર અને વર્ઝ જેવી ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી વેબસાઈટના અંદાજ પ્રમાણે ઝકરબર્ગ ૨૦૩૦ સુધી પાંચ અબજ યુઝર્સ બનાવવા ઇચ્છે છે. એમ થાય તો વિશ્વની ૬૦ ટકા વસ્તુ ફેસબુક પર એક્ટિવ થાય.

You might also like