20 જુલાઇએ ભારતમાં લોન્ચ થશે 10 કોરવાળો સ્માર્ટફોન

નવી દિલ્હી: ભારતમાં સૌથી પહેલાં Linux Sailfish OSવાળો સ્માર્ટફોન લોન્ચ કરનાર ચીની કંપની Zopo એક નવા હાઇ એન્ડ સ્માર્ટફોન સાથે તૈયાર છે. ગત વર્ષે કંપનીએ ભારતમાં Zopo Speed 7 લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ Speed 8 લોન્ચ માટે મીડિયા ઇન્વાઇટ મોકલવાનું શરૂ કર્યા છે. તેને 20 જૂલાઇના રોજ દિલ્હીમાં લોન્ચ કરવામાં આવશે.

કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોનમાં પહેલા MediaTek ડેકાકોર Helio X20 MT6797 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેને સૌથી પહેલાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2016 દરમિયાન લોન્ચ કર્યો હતો.

4GB રેમ અને એન્ડ્રોઇડ 6.0 માર્શમૈલો પર કામ કરનાર આ સ્માર્ટફોનમાં એક સારો કેમેરો આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં Sony IMX230 નો 21 મેગાપિક્સલ રિયર કેમેરા સેન્સર અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો હશે.

તેની સ્ક્રીન 5.5 ઇંચ ફૂલ એચડી છે અને તેની ઇન્ટરનલ મેમરી 32GB છે. ઇન્ટરનલ મેમરીને તમે વધારી શકો છો. સારા બેટરી બેકઅપ માટે તેમાં 3,600mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે 4G LTE સહિત બીજા સ્ટાડર્ડ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન તેની કિંમત 299 ડોલર (લગભગ 20,100 રૂપિયા) કહેવામાં આવી હતી. આશા છે કે ભારતમાં તેની 25,000 રૂપિયાથી ઓછી હશે.

You might also like