ઝિમ્બાબ્વેની યુવતી પર બળાત્કારઃ બંને આરોપીની ઓળખ થઈ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના એક સભ્યે પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાના ‌િઝમ્બાબ્વેની યુવતીના આક્ષેપે ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનામાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને વ્યક્તિની ઓળખ જાહેર કરી દેવાઈ છે. ઝિમ્બાબ્વે પોલીસે જેમની ધરપકડ કરી છે તેમાં એકનું નામ ક્રિષ્ણા સત્યનારાયણ અને બીજાનું નામ રાજકુમાર ક્રિષ્ણન છે. ક્રિષ્ણા આઈટીડબલ્યુ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલો છે, જ્યારે રાજકુમાર ઝામ્બિયાનો બિઝનેસમેન છે.

સત્યનારાયણ આઈટીમ વર્ક્સના કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને આઈટીડબ્લ્યુ સ્પોર્ટ્સનો સ્થાપક છે. ITWમીડિયા, સ્પોર્ટ્સ અને એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ કંપની છે. ટીમ ઈન્ડિયા માટે મીડિયા મેનેજમેન્ટનું કામ આ કંપની કરે છે. ભારતીય ટીમ જ્યાં રોકાયેલી છે તે મેઇકલ્સ હોટલમાં સત્યનારાયણ અને ક્રિષ્ણન બંને રોકાયા હતા. તેના કારણે એવી અફવા ઊડી હતી કે ભારતીય ક્રિકેટરની બળાત્કારના આરોપમાં ધરપકડ કરાઈ છે.

You might also like