ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં પણ વિન્ડીઝને હરાવી શ્રેણી ૨-૦થી જીતી લીધી

હેમિલ્ટનઃ પ્રવાસી વિન્ડીઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં રમાયેલી બીજી ટેસ્ટ મેચ પણ ન્યૂઝીલેન્ડે આજે મેચના ચોથા દિવસે જ જીતી લઈને બે ટેસ્ટની શ્રેણી ૨-૦થી પોતાના નામે કરી લીધી છે. ૪૪૪ રનના લક્ષ્યનો પીછો કરતા વિન્ડીઝની ટીમ બીજા દાવમાં ફક્ત ૨૦૩ રનમાં ઓલઆઉટ થઈ જતાં ન્યૂઝીલેન્ડનો ૨૪૦ રને વિજય થયો હતો. બીજા દાવમાં જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી ત્યારે અણનમ સદી (૧૦૭ રન) ફટકારનાર રોસ ટેલરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ગઈ કાલે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડે પોતાનો દાવ આઠ વિકેટે ૨૯૧ રને ડિકલેર કરીને વિન્ડીઝને જીત માટે ૪૪૪ રનનું મુશ્કેલ લક્ષ્ય આપ્યું હતું. આ લક્ષ્યને હાંસલ કરવા ઊતરેલી વિન્ડીઝની ટીમે ગઈ કાલની રમત બંધ રહી ત્યારે બે વિકેટે ૩૦ રન બનાવ્યા હતા અને ચોથા દિવસે તેમને જીત માટે ૪૧૪ રનની જરૂર હતી.

જોકે આજે િવન્ડીઝનો એક પણ બેટ્સમેન ક્રીઝ પર ઝાઝું ટકી શક્યો નહોતો. વિન્ડીઝ તરફથી સૌથી વધુ ૬૪ રન રોસ્ટ ચેસે બનાવ્યા હતા. તેને રેમોન રીફરે ૨૯ રન અને કેમર રોચે ૩૨ રન બનાવીને થોડો ઘણો ટેકો આપ્યો હતો, પરંતુ પોતાની ટીમને પરાજયમાંથી ઉગારી શક્યા નહોતા.

ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવઃ ૩૭૩
વિન્ડીઝ પ્રથમ દાવઃ ૨૨૧
ન્યૂઝીલેન્ડ બીજો દાવઃ ૨૯૧
વિન્ડીઝ બીજો દાવઃ
કે. બ્રાથવેટ કો. વિલિયમ્સન બો. બોલ્ટ ૨૦
કે. પોવેલ કો. સાઉથી બો. બોલ્ટ ૦૦
હેટમાયર કો. વેગનર બો. સાઉથી ૧૫
હોપ કો. ગ્રાઉન્ડહોમ બો. વેગનર ૨૩
ચેસ કો. ગ્રાઉન્ડહોમ બો. વેગનર ૬૪
સુનીલ અંબરીસ રિટાયર્ડ આઉટ ૦૫
ડાવરિચ કો. હેનરી બો. વેગનર ૦૦
રીફર કો. વિલિયમ્સન બો. સાઉથી ૨૯
કેમર રોચ બો. સાન્ટનર ૩૨
કમિન્સ કો. બોલ્ટ બો. સાન્ટનર ૦૯
ગેબ્રીઅલ અણનમ ૦૦
વધારાના ૦૬
કુલ (ઓલઆઉટ) ૨૦૩

You might also like