અમેરિકામાં શારીરિક સંબંધના કારણે ઝીકાનો પહેલો કેસ નોંધાયો

ટેક્સાસ: અમેરિકામાં ઝીકાનો પહેલો કેસ સામે આવ્યો છે. અમેરિકાના ટેકસાસના ઝીકા વાઇરસથી પીડીત એક દર્દી મળ્યો છે. સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પીડીત શારીરિક સંબંધોના કારણે વાઇરસની ઝપેટમાં આવ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પીડીત વેનેજુએલાથી પાછા ફરેલા વ્યકિતના સંપર્કમાં આવ્યો હતો.

બીજી બાજુ ઝીકા વાયરસ વિરુધ્ધ ભારતમાં એક રસી તૈયાર કરવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઝીકા વાયરસ ઇન્ફેકશન અંગે ઇમરજન્સી તરીકે જાહેર કરવામાં આવેલ છે અને વિશ્વભરમાં તેના માટે રસીની શોધ કરવામાં આવી છે. હૈદરાબાદની એક બાયોટિક કંપનીએ ઝીકાવાયરસ વિરુધ્ધ એક રસી તૈયાર કરી લીધી છે. જયારે બીજી મોટી કંપનીઓ હાલનાં રિસર્ચનું પ્રથમ પગલું ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યાંના ડોકટરોએ વિશ્વની પ્રથમ એવી રસી તૈયાર કરી છે, જે ઝીકા વાયરસ વિરુધ્ધ લડશે. હકીકતમાં તેઓએ બે રસી તૈયાર કરી છે.

જો બધું જ વ્યવસ્થિત રહેશે તો કંપની ચાર મહિનામાં વેકસીનના ૧૦ લાખ ડોઝ બનાવશે. ૧૦ કરોડ ડોલરની આ કંપનીના મુખ્ય કૃષ્ણાઇલાના કહેવા મુજબ ભારતને તેનો ઉપયોગ તે દેશોની મદદમાં કરવી જોઇએ જેને આ રસીની ખૂબ જ જરૂરિયાત છે અને તેના માટે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દખલગીરી ઇચ્છે છે.

બાળકો અને મોટામાં તેના લક્ષણો લગભગ એક સમાન જ હોય છે. તાવ, શરીરમાં દુઃખાવો, આંખોમાં સોજો, સાંધાનો દુઃખાવો અને શરીર પર રેશીરા કેટલાંક લોકોનાં તેના લક્ષણ પણ જોવા મળતા નથી. જો કે આ બીમારીથી સૌથી વધુ ખતરો ગર્ભવતી મહિલાઓને છે.

You might also like