0 રૂપિયાની નોટ કરપ્શન પર લગાવશે કાબૂ!

નવી દિલ્હી: સરકારી ઓફિસોમાં અને કાનૂની કામ માટે આપણામાંથી બધાએ ખિસ્સા ઢીલા કરવા પડે છે. તો બીજી તરફ ટ્રાફિક સિગ્નલ પર કોઇ પોલીસકર્મી દ્વારા પકડવામાં આવતાં નજર નાખીને કોણે નોટ પકડાવી નહી હોય. અને જ્યારે ‘ગાંધીજી’ દ્વારા કામ બન્યું નહી હોય તો ચા-પાણીનો ખર્ચ કર્યો હશે. આ બાબતોને ધ્યાનમાં રાખતાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડવા માટે એક આઇડીયા શોધવામાં આવ્યો છે કે સાંપ પણ મરે, લાકડી પણ ન તૂટે….

જી, હાં જીરો રૂપિયાની નોટ. ગુજરાતીમાં કહીએ શૂન્ય રૂપિયા. અમેરિકામાં ફિજિક્સના પ્રોફેસર સતિંદર મોહન ભગત સરકારી ઓફિસરો દ્વારા લાંચ માંગવામાં આવતાં કંટાળી ગયા હતા કે આ બધાને પાઠ ભણાવવા માટે તેમણે જીરો રૂપિયાની નોટની શોધ કરી દીધી.

કરપ્શન સામે લડનાર 5th Pillar સંસ્થાના અધ્યક્ષ વિજય આનંદ કહે છે કે તે આ પોગ્રામની પ્રગતિને લઇને ખૂબ ખુશ છે. લોકોએ આ નોટોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.

આ નોટને રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી 50 રૂપિયાની નોટના આધારે તૈયાર કરવામાં આવી છે. સામાન્ય માણસ આ આઇડિયાને પસંદ કરી રહ્યો છે અને આ માધ્યમથી તે પણ કરપ્શન પર લગામ લગાવવા માટે તૈયાર છે.

You might also like