દવા પરીક્ષણમાં ઉંદર-બિલાડીની જગ્યાઅે હવે અાવી ઝેબ્રા ફિશ

નવી દિલ્હી: દેશમાં દવાઅોના પરીક્ષણની પેટન્ટમાં એક મોટું પરિવર્તન અાવ્યું છે, તેમાં હવે ઉંદર, બિલાડી કે વાંદરાના બદલે ઝેબ્રા ફિશનો પ્રયોગ કરાઈ રહ્યો છે. વિજ્ઞાનીઓ માટે તે વધુ ફાયદાકારક છે, કેમ કે તે સરળતાથી મળી શકે છે, સાથે-સાથે પરીક્ષણ દરમિયાન તેના પર થતા પરિવર્તનને પણ રોજ જોઈ શકાય છે.

અા પ્રયોગ સસ્તો પણ છે, કેમ કે ઉંદર, બિલાડી કે બીજા જીવોની સરખામણીમાં ઝેબ્રા ફિશની કિંમત ઘણી અોછી છે. દવાઅોના પરીક્ષણને લઈ અા મોટા પરિવર્તનની શરૂઅાત સાયન્સ અને ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કામ કરનારી સંસ્થા સીએસઅાઈઅારમાં કરાઈ છે.

સીઅેસઅાઈઅાર હેઠળ કામ કરનારી અાઈજીઅાઈબીઅે અા માટે લગભગ એક લાખ ઝેબ્રા ફિશની બેન્ક તૈયાર કરી છે. ત્યાં હવે નવી દવાઅોનું પરીક્ષણ કરાય છે. અાઈજીઅાઈબી સાથે જોડાયેલા વિજ્ઞાની ડો. અનુપમ અગ્રવાલના જણાવ્યા મુજબ ઝેબ્રા ફિશ પર દવાનું પરીક્ષણ વધુ સરળ બન્યું છે.

સાથે-સાથે અા માટે તેમણે કોઈની મંજૂરી પણ લેવી પડતી નથી. જ્યારે ઉંદર કે બિલાડી પર પરીક્ષણને લઇ કેટલાય પ્રકારની પરવાનગીઅો લેવી પડે છે. સાથે-સાથે દવાઅોના કારણે તેમના પર થતા પરિવર્તનના અભ્યાસ માટે તેમને મારવા પણ પડે છે.

જ્યારે ઝેબ્રા ફિશમાં અાવું થતું નથી. ઝેબ્રા ફિશ એક ખાસ પ્રકારની માછલી હોય છે, જે અન્ય માછલીઅો કરતાં નાની હોય છે અને તેને રાખવી પણ સરળ છે.

ઝેબ્રા ફિશનો ઉપયોગ અામ તો કોઈ પણ પ્રકારની દવાઅોના પરીક્ષણમાં કરાય છે, પરંતુ દિલ અને ‌િલવર સાથે જોડાયેલી દવાઅોના પરીક્ષણ માટે તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં અાવે છે. અાવું એટલે થાય છે, કેમ કે ટ્રાન્સપરન્ટ હોવાના કારણે પરીક્ષણ દરમિયાન તેના શરીરમાં થતા દરેક પરિવર્તનને સરળતાથી નોંધી શકાય છે. અા જ કારણ છે કે દિલ અને ‌િલવરની પ્રત્યેક દવાઅોનું પરીક્ષણ ક્યારેક સફળ માનવામાં અાવે છે જ્યારે ઝેબ્રા ફિશ પર તે યોગ્ય બેસે છે.

You might also like