રાષ્ટ્રદ્રોહના કેસમાં ઝારખંડ અવ્વલ જમ્મુ-કાશ્મીરમાં એકપણ કેસ નહીં

નવી દિલ્હી: હાલ રાષ્ટ્રદ્રોહને લઇને દેશમાં મચેલા હોબાળા વચ્ચે ફરી એક વખત કલમ-૧ર૪ એ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. ભારતીય દંડ સંહિતાની કલમ-૧ર૪ એને લઇને સરકાર પાસેથી મળેલા આંકડાને આધારે કેટલીક મહત્વની વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૪માં ૪૭ વખત આ કલમ લગાવવામાં આવી હતી. જેમાંથી ર૭ ટકા રાજ્યની વિરુદ્ધ અપરાધની શ્રેણીમાં લગાવવામાં આવી હતી.

મહત્વની વાત એ છે કે, એવા રાજયો જે સામાન્ય રીતે ત્રાસવાદની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યાં આ કલમનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. દા.ત. જમ્મુ અને કાશ્મીર જયાં કાયમ ભારત વિરોધી નારા લાગતા હોય છે ત્યાં ૨૦૧૪માં રાષ્ટ્રદ્રોહનો એક પણ મામલો નોંધાયો નથી. જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ પોલીસ અધિકારી જણાવે છે કે, જો અમે ખીણમાં ભારત વિરોધી નારા લગાવનારા પર રાષ્ટ્રદ્રોહનો કેસ નોંધાવીએ તો અમારે રોજ ઓછામાં ઓછા ર૦ કેસ નોંધવા પડશે. આ સ્થિતિ સારી કરવાને બદલે ખરાબ કરી દેશે. હૂર્રિયતના ચેરમેન ગિલાની જયારે દિલ્હી જાય છે અને લોકોને સંબોધન કરતી વેળાએ સૌને ભારત વિરૂધ્ધ ભડકાવે છે તો તેમની વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ નોંધાતો નથી.

રાષ્ટ્રદ્રોહના કેસમાં ભારતમાં જે સૌથી ઉંચા છે તે ડાબેરીઓવાળા રાજયો છે. બિહાર અને ઝારખંડમાં ૭ર ટકા હિસ્સો છે નકસલી હિંસાથી પ્રભાવિત છત્ત્।ીસગઢમાં તેનો માત્ર એક કેસ નોંધાયો છે. ઝારખંડમાં નોંધાયેલા કુલ ૧૮ મામલા રાષ્ટ્રદ્રોહના અપરાધ તરીકે નોંધાયા છે જયારે બિહારમાં નોંધાયેલા કુલ ર૦માંથી ૧૬ કેસ કલમ-૧૨૪ એ એટલે કે રાષ્ટ્રદ્રોહના હતા.

આસામ રાજ્ય વિરુદ્ધ અપરાધની શ્રેણીમાં કુલ પ૬ મામલા સાથે ઉપર રહ્યું છે. રાષ્ટ્રદ્રોહનો ફકત એક મામલો નોંધાયો છે તો મેઘાલય જયાં રાજ્ય વિરુદ્ધ અપરાધના ૩ર કેસ નોંધાયા છે ત્યાં રાષ્ટ્રદ્રોહનો એક પણ મામલો નથી. પૂર્વોત્ત્।ર ભારતના ૭ રાજયોમાં આસામ એક માત્ર એવું રાજ્ય છે જયાં રાષ્ટ્રદ્રોહનો કેસ નોંધાયો છે.દિલ્હીમાં રાષ્ટ્રદ્રોહનો એક પણ કેસ નોંધાયો નથી. જયારે કેરળમાં તેના પાંચ કેસ નોંધાયા છે. દેશમાં રાષ્ટ્રદ્રોહનો કેસ હંમેશા સવાલોના ઘેરાવામાં રહે છે.

You might also like