મારા માટે બોલ્ડ સીન એક ચેલેન્જ હતીઃ ઝરીન ખાન

સલમાન ખાનની ઓપોઝિટ ‘વીર’ ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર ઝરીન ખાનની શરૂઆતની ફિલ્મ ન ચાલી તો તેણે પોતાનું ટ્રાન્સફોર્મેશન કરવાનું યોગ્ય માન્યું. ત્યારબાદ તેણે પણ અંગપ્રદર્શન અને ઇન્ટિમેટ સીનનો સહારો લીધો, જેણે તેની કરિયરને સંભાળવામાં થોડી મદદ કરી, પરંતુ બોલિવૂડમાં હજુ પણ તે મુકામ મેળવી શકી નથી.

‘વીર’ ફિલ્મની સીધીસાદી રાજકુમારી માટે બોલ્ડ અને ઇન્ટિમેટ સીન કરવાનું થોડું ચેલેન્જિંગ પણ હતું. માનસિક અને શારીરિક બંને પ્રકારે ચેલેન્જ હતી. શારીરિક ચેલેન્જ એ હતી કે જો તે પોતાનું શરીર દર્શાવી રહી છે તો તે સારા શેપમાં દેખાય. આ માટે તેને ખૂબ જ મહેનત કરવી પડી. માનસિક ચેલેન્જ એ હતી કે ઝરીને આ પહેલાં ક્યારેય જે કર્યું ન હતું તે તેને કરવાનું હતું.

ઝરીન કહે છે કે જ્યારે તમે સેટ પર જાવ છો ત્યારે તમારી આસપાસ ઘણા હોય છે. બધાંની સામે બોલ્ડ સીન કરવામાં અસહજતા અનુભવાય છે, પરંતુ મેં આ બધું એક ચેલેન્જના રૂપમાં સ્વીકાર્યું અને ખુદને એ કાબેલ બનાવી કે હું તે કરી શકું. પહેલી વાર જ્યારે મારા ભાગમાં બોલ્ડ સીન આવ્યો ત્યારે હું ચિંતિત હતી, કેમ કે મેં પહેલાં ક્યારેય આવા સીન કર્યા ન હતા.

મારા જેવી છોકરીઓ, જેમની શરીર અને વજન માટે હંમેશાં ટીકા થતી હોય છે, જોકે ‘હેટ સ્ટોરી-૩’ બાદ લોકોએ મને અલગ નજરથી જોવાનું શરૂ કર્યું. મને એવી ફિલ્મોની ઓફર પણ થઇ ત્યારે મને અનુભવાયું કે કદાચ આવા રોલ હું સારી રીતે ભજવી શકું છું.

You might also like