બોલ્ડ સીન કરવા કોઈને ગમતા નથીઃ ઝરીન ખાન

મોટા અને સ્થાપિત સ્ટાર જો પરદા પર બોલ્ડ સીન કરે તો તેનાં વખાણ થતાં હોય છે, પરંતુ કોઇ નવીસવી આવેલી અભિનેત્રી અથવા ઓછા જાણીતા સ્ટાર પરદા પર આવા કોઇ સીન આપે તો તેને અલગ રીતે જોવાય છે. બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન એવું માને છે. તે કહે છે કે મને એવું ફીલ થાય છે કે જ્યારે પણ આવા સીન શૂટ થતા હોય છે ત્યારે એક અભિનેત્રીએ ખૂબ જ સાવધાન રહેવું જોઇએ. તે કહે છે કે જ્યારે તમે બોલ્ડ સીન કરી રહ્યા હો ત્યારે તમારા દિમાગમાં ઘણી વાતો ચાલી રહી હોય છે. સ્ક્રીન પર ભલે એ બધી બાબતો હોટ લાગે, પરંતુ શૂટિંગમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આવાં શૂટિંગ કરવામાં કોઇ પણ અભિનેત્રીને આનંદ આવતો નથી, કેમ કે તમને સેટ પર ઘણા લોકો જોઇ રહ્યા હોય છે.

આજે ઝરીનના હાથમાં ઘણી સારી ફિલ્મો છે. વચ્ચે થોડો સમય તે હોલિવૂડથી દૂર થઇ હતી, પરંતુ હવે તે અહીં બિઝી બની ચૂકી છે. તે સાઇ કબીરની આગામી ફિલ્મ ‘ડિવાઇન લવર્સ’માં જોવા મળશે, જેમાં તેની સાથે ઇરફાન ખાન જેવા દિગ્ગજ અભિનેતા હશે. અનંત મહાદેવનના ડિરેક્શનમાં બનેલી વર્ષ ૨૦૦૬ની ફિલ્મ ‘અક્સર’ની સિક્વલમાં પણ ઝરીન જોવા મળશે. તે ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. બોલિવૂડના જાણીતા ફિલ્મકાર વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘૧૯૨૧’ પણ તે કરી રહી છે. આ ફિલ્મ સંગીતના વિદ્યાર્થીઓની આસપાસ ફરે છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર માસમાં શરૂ થશે. તે કહે છે કે મને મારી પસંદગીના ડિરેક્ટરમાંથી એક વિક્રમ સાથે કામ કરવાની ખૂબ જ રાહ છે. •
http://sambhaavnews.com/

You might also like