કોઈ વાતનો અફસોસ નથીઃ ઝરીન ખાન

રામગોપાલ વર્માની ફિલ્મ ‘વીરપ્પન’માં ‘ખલ્લાસ વીરપ્પન’ જેવું પ્રચારક ગીત કરનારી ઝરીન ખાનને આજે કોઇ વાતનો અફસોસ નથી. સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે કારકિર્દી શરૂ કર્યા બાદ પણ ફિલ્મોમાં ન ચાલેલી ઝરીનને કેટલીક ફિલ્મોની ઓફર મળી હતી, પરંતુ તેણે અે ફિલ્મો ઠુકરાવી દીધી હતી. તે કહે છે ”શરૂઆતમાં મને કેટલીક ફિલ્મોની ઓફર મળી હતી. તે સમયે મને લાગતું હતું કે મારે તે ફિલ્મો કરી લેવી જોઇએ, પરંતુ મેં તે ફિલ્મો માટે ઇનકાર કર્યો તે સારી બાબત હતી. મેં ઇનકાર કરેલી ફિલ્મોની બોકસ ઓફિસ પર હાલત જોઇને મને સંતોષ થયો. જે ફિલ્મોેેની મેં ના કહી હતી તે ફિલ્મો ચાલી પણ નહોતી.”

બોલિવૂડની બીજી ‘કેટરિના’ નામનો તેને ક્યારેય ફાયદો ન થયો. તે કહે છે કે ફાયદો તો ન થયો, પરંતુ મારે નુકસાન ભોગવવું પડ્યું. જ્યારે લોકો મને કેટરિના જેવી કહેતા હતા તો મને તેની સજા મળી, કેમ કે ઈન્ડસ્ટ્રીમાં એક જેવા દેખાતા લોકોને ચાન્સ મળતો નથી. અહીં બધાં પોતાની ઓળખ બનાવવા આવ્યા છે. કોઇ કોઇના પડછાયામાં રહેવા ઇચ્છતું નથી.

સલમાન ખાન સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કર્યા બાદ ઝરીન સૈફ અલી ખાન સાથે રોમાન્સ કરવા ઇચ્છે છે, કેમ કે તે સૈફની દીવાની છે. આ ઉપરાંત તે રણવીરસિંહ સાથે પણ એક લવસ્ટોરી કરવા ઇચ્છે છે. •

You might also like