ઝરીન ખાન શીખી રહી છે હરિયાણી ભાષા, જાણો શું છે કારણ…..

છેલ્લાં આઠ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય ઝરીન ખાને વધુ ફિલ્મો તો નથી કરી, પરંતુ તેની સુંદરતાના કારણે તે નિર્દેશકોની પસંદગી બનેલી છે. ઝરીનની છેલ્લી ફિલ્મ ‘અક્સર-૨’ હતી, જેમાં તે પોતાના બોલ્ડ સીનના લીધે ચર્ચામાં રહી હતી.

ઝરીન ખાન ડોક્ટર બનવા ઇચ્છતી હતી, પરંતુ બાદમાં તેણે એક્ટિંગમાં હાથ અજમાવ્યો. પોતાની ફિલ્મ ‘યુવરાજ’ના શૂટિંગ દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાનની નજર ઝરીન ખાન પર ગઇ. તેણે પોતાની આગામી ફિલ્મ ‘વીર’ માટે ડાયરેક્ટરને ઝરીનનું નામ સૂચવ્યું.

ત્યારબાદ તેણે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આઠ વર્ષમાં અત્યાર સુધી ઝરીન ૧૧ જેટલી ફિલ્મો કરી ચૂકી છે. તે ગઇ વખતે હોરર ફિલ્મ ‘૧૯૨૧’માં જોવા મળી હતી. તેની ફિલ્મ ‘અક્સર-૨’ સાથે જોડાયેલો વિવાદ ચર્ચામાં રહ્યો હતો, જેમાં તેણે પ્રોડ્યૂસર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ઝરીન છેલ્લા કેટલાક મહિનાથી લાઇમલાઇટથી દૂર છે.

તે હાલમાં હરિયાણવી ભાષા શીખી રહી છે તેની પાછળનું કારણ તેની આવનારી નવી ફિલ્મ છે, જેનું નામ ‘વન ડે’ છે, જેમાં તે પોલીસવાળીનો રોલ ભજવશે. આ ફિલ્મને અશોક નંદા ડિરેક્ટ કરશે, જેના કેટલાક અંશમાં રાંચી અને હરિયાણા બતાવાશે. આ કારણે ઝરીન હાલમાં હરિયાણવી ભાષા શીખી રહી છે.

સૂત્રોની વાત માનીએ તો તે રોજ દોઢ કલાક હરિયાણવી શીખે છે. આ એક કોમેડી ફિલ્મ છે, સાથે-સાથે તે માર્શલ આર્ટ પણ શીખી રહી છે. તાજેતરમાં માર્શલ આર્ટ શીખતાં તેણે પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ‘વન ડે’ ઉપરાંત ઝરીન પાસે અન્ય એક ફિલ્મ ‘ડિવાઇન લવર્સ’ પણ છે. ઝરીન સામે લીડ રોલમાં ઇરફાન ખાન જોવા મળશે. •

You might also like