ઝરીન ખાને કહ્યું કે દિલજે કહે પ્રમાણે કામ કરવું…..

ઝરીન ખાને જ્યારથી ફિલ્મોમાં બોલ્ડનેસનો સહારો લીધો ત્યારથી તેની ફિલ્મો ચાલવા લાગી છે અને લોકો તેના વિશે નેગેટિવ વાતો પણ કરવા લાગ્યા છે. તે કહે છે કે મને નકારાત્મક ટિપ્પણીઓથી કોઇ ફરક પડતો નથી. જ્યારે પણ તમે કંઇક અલગ કરવા જાઓ છો ત્યારે તમને પ્રશંસા કરતાં ક્યાંય વધુ નેગેટિવ વાતો સાંભળવા મળે છે. આવા સંજોગોમાં તમારે માત્ર તમારા દિલની વાત સાંભળવી જોઇએ અને દિલ જે કહે તે પ્રમાણે કામ કરવું જોઇએ.

ઝરીન કહે છે કે હું જ્યાં સુધી સહજ હોઇશ ત્યાં સુધી એક્સપોઝર કરીશ. મને તેમાં કોઇ જ વાંધો નથી. સેન્સર બોર્ડ જ્યાં સુધી કાતર ન ચલાવે ત્યાં સુધી એક્સપોઝર માટે તૈયાર છું. ઝરીન કહે છે કે હું સમય અને કિસ્મત બંનેમાં વિશ્વાસ રાખું છું. જ્યારે સમય સારો હોય ત્યારે કિસ્મત પણ યોગ્ય રસ્તે ચાલવા લાગે છે. થોડા સમય પહેલાં એવી વાતો થતી હતી કે ઝરીન કેટરીના કૈફની કોપી લાગે છે, જોકે ઝરીન એ વાતનું ખંડન કરતાં કહે છે કે હું એકલી હતી.

મારી વાત કોઇ સાંભળતું નહોતું. મેં મારી વાત કહેવાની કોશિશ કરી, પરંતુ લોકોએ મારી વાત ન સાંભળી, પરંતુ મેં ત્યારે પણ કહ્યું હતું કે મારી તુલના કેટરીના સાથે ન કરો, પરંતુ મને કેટરીના કૈફની હમશકલ કહીને પ્રચારિત કરવામાં આવી. ‘વીર’ની રિલીઝ પહેલાં મારી કોઇ તસવીર બહાર આવી ન હતી. મીડિયાએ ક્યાંકથી મારો ફોટો શોધી લીધો હતો અને કહેવાનું શરૂ કરી દીધું કે ઝરીન ખાન તો કેટરીના કૈફ જેવી દેખાય છે. •

You might also like