ગૃહમંત્રાલયે ઝાકીરનાં ભાષણોને ઉશ્કેરણીજનક ગણાવી :ટુંક જ સમયમાં કાર્યવાહી

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ટુંક સમયમાં વિવાદિત ઇસ્લામીક ઉપદેશક ઝાહીક નાઇક સામે કાર્યવાહી કરે તેવા ભણકારા વાગી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે નાઇક અને તેની એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઇઆરએફ)ના મુદ્દે એક નોટ તૈયાર કરી છે. જેના હેઠળ નાઇકની સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ નોટમાં આઇઆરએફને બિનકાયદેસર સંગઠન ગણવામાં આવ્યું છે.

એક અંગ્રેજી સમાચાર ચેનલે ગૃહમંત્રાલયની આ નોટની કોપી મેળવી છે. ગૃહમંત્રાલયની આ નોટમાં ઝાકીર નાઇક સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકાર નાઇકનાં એનજીઓને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવ અંગે વિચારી રહી છે. નોટમાં સરકારે સ્વિકાર્યું છે કે ઝાકીર નાઇકે જે નિવેદનો અને સ્પીચ આપી છે તે વાંધજનક અને વિસ્ફોટક છે. તેના દ્વારા ઓસામા બિન લાદેન જેવા જાહેર આતંકવાદીઓની પ્રશંસા કરાઇ છે.

નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઝાકીર નાઇક અલગ અલગ ધાર્મિક સમુદાયોની વચ્ચે ધૃણાની લાગણી ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તે મુસ્લિમ યુવકોને આતંકવાદી કૃત્ય માટે પ્રેરિત કરી રહી છે. નોટમાં લખવામાં આવ્યું છે કે, જો આ અંગે ઝડપી કાર્યવાહી નહી કરવામાં આવે તો વધુ યુવાનો આતંકવાદી પ્રવૃતિ કરવા પ્રેરાઇ શકે છે. માટે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.

You might also like