ખુલાસો: જાકિર નાઇકના NGO માટે ડોન દાઉદ ઇબ્રાહિમ કરતો હતો ફંડિંગ

નવી દિલ્લી: વિવાદાસ્પદ ધર્મ પ્રચારક જાકિર નાઇકના નજીકના અને ચીફ ફાયનાન્શિય ઓફિસર આમિર ગજધરને ઈડીના અધિકારીઓ સામે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોની વાત માનીએ તો આમિર ગઝધરે પૂછપરછમાં જણાવ્યું કે જાકિર નાઇકના એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પણ ફંડ આપતો હતો.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આમિર ગઝધરે જણાવ્યું કે જાકિરના એનજીઓ આઈઆરએફના દાઉદ ઇબ્રાહિમ સાથે ઘણા ગાઢ સંબંધ હતા. જાકિરના એનજીઓ આઈઆરએફ માટે પાકિસ્તાન અને દુબઈથી પણ ફંડિંગ થતું હતું. ફંડિંગ માટે હવાલો ડીલર સુલ્તાન અહેમદ વચોટીયા તરીકે પોતાનો રોલ નિભાવતો હતો.

આમિરના ખુલાસા બાદ તપાસ એજન્સિઓએ એક વાર ફરીથી નવી રીતે મામલાની તપાસમાં લાગી ગઈ છે. જણાવી દઈએ કે ઈડીએ 16 ફેબ્રૂઆરીના જાકીરના નજીકના આમિર ગઝધરને પકડ્યો હતો. મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓએ દાવો કર્યો છે કે આમિર ગજધર જાકિર નાઇક અને તેના એનજીઓ તરફથી 200 કરોડ રૂપિયાની કેશ લેવડદેવડમાં પણ સંડોવાયેલો હતો.

You might also like