સાઉદી અરબથી પાછો ના આવ્યો ઝાકિર નાઇક, પ્રેસકોન્ફરન્સ રદ

મુંબઇ: વિવાદાસ્પદ ધર્મ પ્રચારક ઝાકિર નાઇકએ ભારત પરત આવવા પર સસ્પેન્સ બનેલું છે. તેને સાઉદી અરબથી સોમવારે ભારત આવવાનું હતું.

વરિષ્ઠ સીઆઇએસએફના સૂત્રો પ્રમાણે ,પહેલા સૂચના હતી કે ઝાકિર સવારે 8 વાગે પહોંચશે, પરંતુ તે 8 વાગે ભારત પહોંચ્યો નહીં. સીઆઇએફએસને હજુ સુધી સૂચના મળી નથી કે તે ક્યારે પહોંચશે. આ વચ્ચે 12 જુલાઇએ થનારી તેની પ્રેસ કોન્ફરન્સને રદ કરવામાં આવી છે. તેના કાર્યલ.ના લોકો જલ્દીથી પ્રેસ કોન્ફરન્સની નવી તારીખની જાહેરાત કરશે.

ઝાકિર નાઇકની દેશ વાપસી સાથે હવે પ્રશ્ન એ થયો છે કે શું તેની ધરપકડ કરવામાં આવશે? કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇ પોલીસ અને તપાસ એજન્સી નાઇકની વિદેશી ફંડિંગ અને વિવાદીત ભાષણોની તપાસ કરી કહી છે. આ ઉપરાંત તેની વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ઉપર આરોપ છે કે ઝાકિર નાઇકથી પ્રેરાઇને દુનિયાભરના યુવાનો ગેરમાર્ગે દોરાઇને આતંકવાદના રસ્તા પર ચાલવા લાગ્યા છે.

તો બીજી બાજુ આ પહેલા રવિવારે બાંગ્લાદેશની સરકારે ઝાકિર નાઇકના પીસ ટીવીના ચેનલના પ્રસારણ પર પ્રતિંધ લદાવી દીધો છે. આવા સમાચાર આવ્યા પછી પીસ ટીવી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેના ભડકાઉ ભાષણથી પ્રેરિત થઇને કેટલાક આતંકવાદીઓએ દેશની એક હોટલ પર હુમલો કર્યો.

બાંગ્લાદેશના ઉદ્યોગમંત્રી આમિર હુસેન અમૂએ કહ્યું કે મુંબઇના પ્રચારક ઝાકિર નાઇકના પીસ ટીવી બાંગ્લા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કાનૂન વ્યવસ્થા પર કેબિનેટ સમિતિની વિશેષ બેઠકમાં લેવામાં આવ્યો છે. તેમને પોતે આ બેઠકની સમીક્ષા કરી હતી.

માનવમાં આવી રહ્યું છે કે નાઇકના ભાષણથી પ્રેરિત થઇને કેટલાક બાંગ્લાદેશી આતંકવાદીઓએ 1 જુલાઇએ ઢાકાની એક રેસ્ટોરન્ટમાં 22 લોકોને મારી નીંખ્યા. જેમાં સૌથી વધારે વિદેશી નાગરિક હતા.

You might also like