ઝાકિર નાઇકને 3 વર્ષમાં મળ્યા 60 કરોડ, પોલીસ કરશે પરિવારની પૂછપરછ

નવી દિલ્હીઃ મુંબઇ પોલીસ તપાસમાં વિવાદિત ઉપદેશક ઝાકિર નાઇકના બેંક એકાઉન્ટમાં છેલ્લાં ત્રણ વર્ષમાં અલગ અલગ દેશોમાંથી 60 કરોડ રૂપિયા આવ્યા હોવાનો ખુલાસો થયો છે. નાઇકના પરિવાર સાથે જોડાયેલા સભ્યોના પાંચ બેંકોના ખાતામાં આ રકમ જમા થઇ છે.

મળતી માહિતી પ્રમાણે અધિકારીઓ હજી સુધી એ જાણી શક્યા નથી કે રકમ કયા કારણસર ખાતામાં જમા થઇ છે. તપાસ અધિકારીઓ લેવડ – દેવજ અંગે પણ ચકાસણી કરી રહ્યાં છે. જોકે આ બેંક ખાતા નાઇકના એનજીઓ સાથે જોડાયેલા નથી. તે તેના નામના ખાતા છે. જો કે આ મામલે આઇઆરએફના અન્ય અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક પોલીસ અધિકારી પ્રમાણે ઇન્કમ ટેક્સ વિભાગ પાસેથી કંપનીઓની ડિટેઇલ મંગાવવામાં આવી છે. સાથે જ કંપનીઓનું ફંડિગ ક્યાંથી આવી રહ્યું છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તન માટે પણ નાણાકિય મદદ આ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર માહિતી પ્રાપ્ત થઇ ગયા પછી જાકિરના પરિવારની પૂછપરછ કરવામાં આવશે.

You might also like