ઇસ્લામિક ચેનલોનાં કારણે જ PEACE TV પર લાગ્યો પ્રતિબંધ

મુંબઇ : વિવાદિત ઇસ્લામિક પ્રચારક જાકિરનાઇએક સાઉદ અરબનાં મદીનાથી સ્કાઇપ દ્વારા મુંબઇ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જાકીરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ફ્રાંસમાં થયેલા હૂમલાની તે નિંદા કરે છે. દુનિયામાં હાલમાં થયેલા તમામ આતંકવાદી હૂમલાઓની નિંદા કરૂ છું. તેણે પોતાની જાતને શાંતિદુત ગણાવી હતી. સાથે જ કહ્યું કે ટ્રેવેલ પ્લાન અનુસાર હું આ વર્ષે નહી પરંતુ આગામી વર્ષે ભારતમાં પરત ફરીશ.

જાકીરે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે મે અત્યાર સુધીમાંકોઇ પણ વ્યક્તિને આતંકવાદ માટે પ્રેરિત નથી કર્યો. આત્મઘાતી હૂમલામાં નિર્દોષ લોકોની હત્યા થાય છે જે ઇસ્લામમાં હરામ છે. યુદ્ધમાં આત્મઘાતી હૂમલો યોગ્ય છે. દેશહિતમાં આત્મઘાતી હૂમલો કરવામાં આવે તો યોગ્ય છે. જાકિરે કહ્યું કે જીવ બચાવવા માટે દારૂ પીવું પણ યોગ્ય છે.

જાકીરે પોતાની પરિષદમાં ભારતીય મીડિયાને પણ ઝપટે ચડાવ્યું હતું. તેણે કહ્યું કે ઢાકામાં છપાયેલા સમાચાર બાદ ભારતીય મીડિયાએ મારૂ ટ્રાયલ ચાલુ કરી દીધું હતું. જો તમે મારા રેકોર્ડિંગને ધ્યાનથી સાંભળશો તો તમને યોગ્ય જવાબ મળશે. ફિલપ્સને અધુરા દેખાડવામાં આવ્યું અને ત્યાર બાદ તેની છેડછાડ કરવામાં આવી. જો તમે મારી પાસે સ્પષ્ટીકરણ ઇચ્છોછો તો હૂં તમારો જવાબ પેનડ્રાઇવમાં પણ આપીશ.

You might also like