ઝિન્નત અમાનને અશ્લીલ મેસેજ કરતા યુવક સામે ફરિયાદ દાખલ

મુંબઈ: જાણીતી અભિનેત્રી ઝિન્નત અમાને તેના ફોન પર અશ્લીલ મેસેજ મોકલનારા તેમજ તેના સિક્યો‌િરટી ગાર્ડને માર મારી ધમકી આપવા બદલ ૩૮ વર્ષના સરફરાજ ઉર્ફે અમાન ખન્ના વિરુદ્ધ મુંબઈના જૂહુ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

આરોપી સરફરાજ અગાઉ ફિલ્મ બનાવતો હતો તો કેટલાક લોકોએ જણાવ્યું કે તે રિયલ એસ્ટેટમાં કામ કરતો હતો. ઝિન્નત અમાને સરફરાજ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સરફરાજે તેના ઘેર આવીને સિક્યો‌િરટી સાથે ગેરવર્તન કરી તેમની સાથે મારપીટ કરી હતી તેમજ આરોપીએ મને જોઈ લેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી તે મને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતો હતો.

You might also like