ઊંઘી જવાને કારણે ઝફર ગૌહરનું ટેસ્ટમાં પદાર્પણનું સપનું તૂટ્યું

[:en]Karachi: Pakistan’s Left arm spinner Zafar Gauhar lost golden opportunity to debut in the First Test which started yesterday , just because he was tearing into sleep on Monday night. As per PCB informations Gauhar had got the visa for Abu Dhabi on Monday night, but we kept on calling him that he would arrive as soon as on the airport and catch any first available flight to Abu Dhabi, but due to fall asleep he had not picked up the phone. Later we learnt that he didn’t pick up the call because he was fall asleep. Gauhar was about to replace injured Yashir Shah in squad. Pakistan team has only one specialist spinner Zulfiqar Babar. In such circumstances Gauhar had a golden opportunity to debute in slow pitch, but Gauhar dream to debut in Test got break because of sleep.[:de]કરાચીઃ પાકિસ્તાનના ડાબોડી સ્પિનર ઝફર ગૌહરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અબુધાબીમાં ગઈ કાલે શરૂ થયેલી પહેલી ટેસ્ટમાં પદાર્પણ કરવાની સોનેરી તક ગુમાવી દીધી, કારણ તે સોમવારની રાતે જબરદસ્ત ઊંઘમાં સરી પડ્યો હતો. પીસીબીનાં સૂ્ત્રોના જણાવ્યા અનુસાર ગૌહરને સોમવારની રાતે અબુધાબી મોકલવા માટે વિઝા મળી ગયા હતા, પરંતુ અમે સતત તેને ફોન કરતા રહ્યા કે તે તરત એરપોર્ટ પહોંચે અને ઉપલબ્ધ હોય એ પહેલી ફ્લાઇટ પકડે, પરંતુ ઊંઘી જવાને કારણે તેણે ફોન ઉપાડ્યો નહીં. બાદમાં અમને જાણવા મળ્યું કે તે ઊંઘી ગયો હતો તેથી ફોન ઉપાડ્યો નહોતો. ગૌહરને ઈજાગ્રસ્ત યાસિર શાહના સ્થાને ટીમમાં સામેલ કરવાનો હતો. પાક. ટીમમાં જુલ્ફિકાર બાબરના રૂપમાં ફક્ત એક જ નિષ્ણાત સ્પિનર છે. આ સ્થિતિમાં ગૌહર પાસે ધીમી પીચ પર પદાર્પણ કરવાની સોનેરી તક હતી, પરંતુ ઊંઘને કારણે ગૌહરનું ટેસ્ટમાં પદાર્પણ કરવાનું સપનું તૂટી ગયું હતું.[:]

You might also like