આ HOT એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે યુજવેન્દ્ર ચહલ, જલ્દી કરી શકે છે લગ્ન

બોલીવૂડ અને ક્રિકેટ વચ્ચે બંધાયેલા સંબંધમાં યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, વિરાટ કોહલી બાદ હવે વધુ એક ક્રિકેટરનું નામ જોડાઈ ગયું છે. તે ખેલાડી છે યુજવેન્દ્ર ચહલ.

આ સીઝનમાં હાર્દિક પંડ્યા અને ડ્વેન બ્રાવો પણ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ કરી રહ્યાના સમાચાર પછી હવે યુજવેન્દ્ર ચહલનું નામ પણ તેમાં જોડાયું છે.

જી હા, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઇન્ડિયાનો આ પ્લેટ ટૂંક સમયમાં આ એક્ટ્રેસની સાથે લગ્ન પણ કરી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, યુજવેન્દ્ર ચહલ કન્નડ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ તનિષ્કા કપૂરને પસંદ કરે છે. આ બંનેની મુલાકાત IPLની મેચ દરમિયાન થઇ હતી અને ત્યારથી બંને એકબીજાને પસંદ કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી તેઓ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ઘણીવાર તેઓ સાથે દેખાયા પણ છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ તેઓ એકબીજા સાથે વાત કરે છે.

આ બંને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે એવી ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે, કેમકે IPL પછી ટીમ ઇન્ડિયા આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે રવાના થશે.

You might also like