યુવરાજસિંહે પત્ની હેઝલને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ટીમ ઇન્ડીયામાંથી બહાર ચાલી રહેલા સ્ટાર બેટસમેન યુવરાજ સિંહે પોતાની પત્ની હેઝલ કીચને સોશિયલ મીડિયા પર અનોખી રીતે ખાસ અંદાજમાં જન્મ દિવસના અભિનંદન આપ્યા હતા. યુવરાજ સિંહે હેઝલ સાથેનો પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટાના કેપ્શનમાં યુવરાજસિંહે લખ્યું હતું કે ‘હાય હેઝી, આજે તારો જન્મદિવસ છે.

જન્મદિવસની શુભકામના, ઘણો બધો પ્રેમ અને તને દુનિયાની બધી ખુશી મળે. આ ખૂબસુરત મૌસમમાં મારી સાથે ફરવા માટે આભાર. હેઝલ હવે 31 વર્ષની થઇ છે અને આ વિશેષ સમયને તેણે પતિ યુવરાજસિંહ સાથે મસ્તીભર્યા અંદાજમાં મનાવ્યો. ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહના લગ્ન હેઝલ કીચ સાથે 30 નવેમ્બર 2016ના રોજ થયા હતા.

લગ્ન બાદ હેઝલે પોતાનું નામ ગુરબસંત કૌર કરી લીધું હતું. યુવરાજસિંહે હાલમાં જ ક્રિકેટ કેરિયરમાંથી સંન્યાસ અંગે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તે 2019ના વર્લ્ડકપ બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લેશે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે 2019 સુધી ક્રિકેટ રમશે અને ત્યારબાદ નિવૃત્તિનો નિર્ણય કરશે.

You might also like