યુવરાજ સિંહે ઝાહિર ખાનની GIRL FRIEND સાથે કરી મજાક…

ટીમ ઇન્ડીયાના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે મેદાન બહાર પણ આજકાલ વધારે સમાચારમાં રહે છે. હાલમાં રમાયેલ ઇંગ્લેન્ડ સામેની વન ડે અને ટી-20 શ્રેણી દ્વારા ટીમમાં પુનરાગમન કરનાર યુવરાજ સિંહ ફરી એકવાર જૂના અંદાજમાં જોવા મળ્યો. આમ પણ યુવરાજસિંહ મેદાનની બહાર ખેલાડીઓ સાથે સતત મજાક કરતો જોવા મળે છે. યુવરાજસિંહનો તાજેતરમાં મજાકનો શિકાર ભારતના એક સમયનાં ફાસ્ટ બોલર ઝહીર ખાનની બોલીવુડની અભિનેત્રી મિત્ર સાગરિકા ઘાટકે બની છે.

ઉલ્લેખનીય છે હાલમાં સાગરિકા ઝહિર ખાન સાથે જોવા મળે છે. સાગરિકાએ બોલિવુડમાં શાહરૂખ ખાનની ચક દે ઇન્ડિયા ફિલ્મમાં અભિનય કર્યો હતો. તેની હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મનું નામ ઇરાદા છે. યુવરાજસિંહે ટ્વિટ કરી જણાવ્યું હતું કે સાગરિકાએ ચક દે ઇન્ડિયામાં હોકી ખિલાડીનું પાત્ર ભજવ્યુ હતું જેમાં તેણે ભારતીય ક્રિકેટ ટીમના ઉપ કપ્તાન સાથે ડેટ કરતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે ઝાહિર ખાન અને સાગરિકા ઘણી વખત જાહેરમાં સાથે જોવા મળ્યા છે. આ બંને યુવરાજના લગ્નમાં પણ સાથે જોવા મળ્યા હતા. સાગરિકાની ફિલ્મ સ્કીનિંગ સમયે યુવરાજસિંહે પોતાના સાથી ખેલાડીને પરેશાન કરવાની તક છોડી નહોતી.
http://sambhaavnews.com/

You might also like