યુવરાજે વચન આપ્યુંઃ ફરી એક ઓવરમાં છ છગ્ગા ફટકારીશ

મોહાલી: કેંસરને હરાવનાર અને વિશ્વકપ 2011માં ભારતની જીતનો હીરો યુવરાજસિંહે અહીં વાતચીત દરમિયાન ખતરનાક બીમારી સામે ઝઝૂમી રહેલા 17 બાળકોને વિશેષ ટિપ્સ આપી હતી. કિંગ ઈલેવન પંજાબ સામે 24 બૉલમાં 42 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને પોતાની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને આઇપીએલમાં જીત અપાવીને યુવરાજ પીસીએ સ્ટેડિયમમાં બાળકો સાથે વાતચીત કરી રહ્યો હતો, જેમાંનાં ઘણાં બાળકો 7 અથવા 8 વર્ષના હતા. આ સમયે એક બાળકે યુવરાજને પૂછ્યુ હતું કે, શું તમે ફરીથી 6 બૉલમાં 6 સિક્સ ફટકારશો? ત્યારે યુવરાજે કહ્યું હતું કે, “તમે પ્રાર્થના કરો, હું ફરીથી છ બૉલમાં છ સિક્સ ફટકારીશ.” ડાબોડી બેટ્સમેને સાથે એ પણ કહ્યું હતું કે, તેને નથી ખબર કે તેણે છ બોલમાં છ સિક્સ કેવી રીતે મારી હતી.

You might also like