યુવરાજે ધક્કા- મુક્કી વચ્ચે જે ખાસ યુવતીને બચાવી જાણો કોણ છે એ ખાસ

વારાણસી : ભારતીય ટીમનાં સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહ મંગળવારે વારાહસી પહોંચ્યા હતા. જ્યાં તેઓ જેએચવી મોલમાં YWC શોરૂમનું ઇનોગરેશન કરવા માટે આવ્યા હતા. તેની માહિતી મળતા જ સેંકડો ફેન્સ મોલની પાસે ઉમટી પડ્યા હતા. સેલ્ફી લેવાનાં ચક્કરમાં ભીડ બેકાબુ થઇ ગઇ અને ધક્કા મુક્કી થવા લાગી હતી. આ સાથે જ કંપનીનાં સીઇઓ સાજમીનની કાર પણ હતી. જે ભીડનાં કારણે નીચે પટકાય તેવી સ્થિતીમાં આવી ગયા હતા. એવામાં યુવરાજે તેને પોતાનાં બંન્ને હાથથી કવર કરતા સાઝમિનને ટોળાથી બહાર કાઢ્યા હતા.

નોંધનીય છે કે ટોળાને બેકાબુ થતુ જોઇને યુવરાજ સિંહ ફેન્સ પર નારાજ થયા કારણ કે તે પોતે પણ ઘણી વખત પડતા પડતા બચ્યો હતો.ટોળાને બેકાબુ થતું જોઇને સ્થળ પર પીએસી બોલાવવી પડી હતી. જ્યારે તે હોટલ ખાતે પહોંચ્યા તો મીડિયા સાથે મુલાકાત કરી હતી. જો કે સૌથી પહેલા YWC કંપનીનાં સીઇઓ સાજમિન કારાએ આવીને પોતાનો ઇન્ટ્રો આપ્યો હતો.

નોંધનીય છે કે ગત્ત વર્ષે યુવરાજ સિંહે પોતાની ક્લોધિંગ કલેક્શન YWC લોન્ચ કરી હતી. તેનાંથી થનારી કમાણી તેમનાં એનજીઓ YOUWECANમાં જાય છે. આ એનજીઓ તે કેન્સર પીડિતોની મદદ કરે છે જે પોતાની સારવાર કરાવવા માટે સમર્થ નથી.

You might also like