યુવી-બ્રેટ લી મારા ભાઈ છે, હું તેમને રાખડી બાંધું છુંઃ પ્રીતિ

નવી દિલ્હીઃ આઇપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબનો ઉત્સાહ વધારવા માટે પ્રીતિ ઝિન્ટા હાજર રહે છે. આ દરમિયાન પ્રીતિની અદા આ રમતને પણ વધુ ગ્લેમરસ બનાવી દે છે. આઇપીએલનાં શરૂઆતનાં વર્ષોમાં પ્રીતિ ઝિન્ટા યુવરાજસિંહની ઘણી નજીક હતી. બાદમાં યુવરાજ બીજી ટીમ સાથે જોડાઈ જતાં પ્રીતિ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લીની નજીક સરકી ગઈ હતી. જોકે બંને ક્રિકેટર્સે પ્રીતિ સાથેના નજદીકપણાને લઈને કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નહોતું, જ્યારે પ્રીતિએ પણ હંમેશાં આ ખબરને ખોટી અને આધારહીન ગણાવી હતી, પરંતુ ગત મહિને જ અમેરિકામાં જીન ગુડઇનફ સાથે લગ્ન કરનારી પ્રીતિએ યુવરાજ અને બ્રેટ લી સાથેના અફેરના સમાચાર પર ફરી એક વાર સ્પષ્ટતા કરી.

એક વેબસાઇટની વાત માનીએ તો પ્રીતિએ કહ્યું, ”હું એક પ્રાઇવેટ પર્સન છું. જ્યારે મને પૂછ્યા વિના મારા અંગે કંઈ લખવામાં આવે છે તો મને આશ્ચર્ય થાય છે. જોકે હવે મને પરેશાન કરવામાં આવતી નથી. કેટલીક વાતો છે, જે મેં દિલ પર લીધી છે. હું એ વાતને ક્યારેય નહીં ભૂલી શકું, જ્યારે મારું નામ યુવરાજ અને બ્રેટ લી સાથે સાથે જોડવામાં આવ્યું હતું. આ બંને મારા ભાઈ છે અને દરેક રક્ષાબંધન પર હું તેમને રાખડી બાંધું છું.”

પ્રીતિએ કહ્યું, ”મારી ઇચ્છા છે કે યુવરાજ અને હેઝલ કીચને લગ્નની સ્પેશિયલ ગિફ્ટ આપું. શું તમે જાણો છો કે યુવીનાં લગ્ન ક્યારે છે? હું આ એટલા માટે પૂછી રહી છું, જેથી સ્પેશિયલ ગિફ્ટ તરીકે રાખડીનું બોક્સ લઈ જઈ શકું. મને ખુશી છે કે યુવી લગ્ન કરી રહ્યો છે. અમારા સંબંધ ઘણા સારા છે. યુવરાજ મારી ટીમ પંજાબ કિંગ્સ ઈલેવનનો હિસ્સો રહ્યો છે અને તેણે ઘણા ચઢાવ-ઉતાર જોયા છે.”

You might also like