ભારતનો બીજી વનડેમાં 15 રને ભવ્ય વિજય

ભારતે બીજી વનડે મેચમાં 15 રને જીત હાંસિલ કરી છે. ભારતના બોલરોએ સારું પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડના ધૂરંધરો વારા ફરતી પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ભારત તરફથી તમામ બોલરો સારી બોલિંગ કરી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતે શરૂઆતમાં કેટલીક વિકેટો ઝડપથી ગુમાવી દીધી હતી. પરંતુ પછીથી યુવરાજ અને ધોનીએ બાજી સંભાળી લીધી હતી અને યુવીએ પોતાના કેરિયરની 14મી સેન્ચુરી 6 વર્ષ પછી ફટકારી હતી.

ધોનીએ પણ યુવીનો સાથ આપતા સ્ફોટક અંદાજમાં સેન્ચુરી પૂર્ણ કરી હતી. હાલમાં યુવી 150 રન બનાવીને આઉટ થઈ ગયો છે જ્યારે કે ધોની હજી પણ 100 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો હતો. ભારતનો કુલ સ્કોર 284 રન 4 વિકેટના નુકસાને છે.

You might also like