યુસુફ પઠાણના ઘેર પાર્ટી કરવા પહોંચ્યા યુવી, રાયડુ અને મુનાફ

વડોદરાઃ જ્યારે ટીમ ઇન્ડિયા બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકા સામે બેંગલુરુ ખાતે વ્યસ્ત હતી ત્યારે રણજી ટ્રોફીમાં પોતાનું કૌવત દેખાડી રહેલા અને ટીમની બહાર રહેલા સ્ટાર ખેલાડીઓએ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણના ઘેર પાર્ટી કરી. અસલમાં એ પ્રસંગ હતો યુસુફ પઠાણના જન્મદિવસનો. પોતાના જન્મદિવસે યુસુફ પઠાણે વડોદરા અને પંજાબની ટીમના ખેલાડીઓને પોતાના ઘેર આમંત્રિત કર્યા હતા. રણજીમાં વડોદરા અને પંજાબની ટીમ સામસામે રમી રહી હતી, જેમાં ટીમ ઇન્ડિયાના યુવરાજસિંહ, અંબાતી રાયડુ, મુનાફ પટેલ અને યુસુફનો ભાઈ ઇરફાન પઠાણ પણ સામેલ હતો.

You might also like