લાફો મારવું પડ્યું મોંઘુ, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં કોંગ્રેસ સાંસદ

તિરૂપતિ: ગત વર્ષે નવેમ્બરમાં તિરૂપતિ એરપોર્ટ પર એર ઇન્ડિયાના એક કર્મચારી સાથે ગેરવર્તણૂક કરવાના આરોપમાં વાઇએસઆર કોંગ્રેસના સાંસદ મિથુન રેડ્ડીની શનિવારે રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે.

મિથુન રેડ્ડી પર આરોપ છે કે તેમણે એર ઇન્ડિયાના એરપોર્ટ મેનેજરને લાફો માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સાંસદ બોર્ડિંગ ટાઇમ પુરો થયા બાદ પોતાના સંબંધીને પાસ ન મળતાં નારાજ હતા.

મિથુન રેડ્ડી આંધ્ર પ્રદેશના રાજમપેટથી લોકસભા સાંસદ છે. તેમના વિરૂદ્ધ આપરાધિક કેસ દાખલ કરી લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી. તેમના દ્વારા કોઇ રિસ્પોન્સ ન મળતાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે.

નવેમ્બર 2015માં મિથુન એરપોર્ટ પર એર ઇન્ડિયાના મેનેજર રાજશેખરના કેબિનમાં ગયા અને પોતાના સંબંધીને ફ્લાઇટમાં બોર્ડિંગ પાસ અપાવવા માટે તેમની સાથે માથાકૂટક કરવા લાગ્યા. ત્યારબાદ મિથુન રેડ્ડી કથિત રીતે મેનેજર પર બુમો પાડવા લાગ્યા અને તેમને લાફો મારી દીધો.

You might also like