દુનિયાભરમાં YouTubeનું સર્વર ડાઉન થયા બાદ થયું ફરી શરૂ, કંપનીએ માંગી માફી

વીડિયો વેબસાઇટ યૂટયૂબ બુધવારે સવારથી દુનિભરમાં બંધ થઇ ગયું. કોઇપણ દેશના ઇન્ટરનેટ યૂઝર આ સાઇટનો ઉપયોગ કરી શકતા નહોતા. જો કે હજુ સુધી આમ કેમ બન્યું તેનું કારણ જાણવા મળ્યું નથી. આ દરમિયાન યૂટયૂબની વેબસાઇટ ખોલવા પર વેબસાઇટ ખુલતી નથી અથવા વીડિયો પ્લે થતો નહોતો. જો કે થોડા જ સમયમાં યૂ-ટયૂબ દ્વારા પરેશાની દૂર કરવામાં આવી છે, અને હાલમાં ફરી થી યૂ-ટયૂબ કાર્યરત થઇ ગયું છે.

જો કે સૂચના મળ્યા બાદ યૂટયૂબ દ્વારા ટ્વિટ કરી આ અંગેની માફી માંગી છે. યૂટયૂબ દ્વારા જણાવામાં આવ્યું છેકે ‘યૂટયુબ ટીવી’ અને ‘યૂટયુબ મ્યુઝિક’ ચાલી રહ્યાં નથી. યૂટયૂબ દ્વારા કહેવામાં આવ્યું છે કે જલ્દી ઠીક કરવામાં આવશે અને ત્યારબાદ આ અંગેની સૂચના આપવામાં આવશે.

દુનિયાભરમાં પ્રખ્યાત પ્લેટફોર્મ યુટ્યુબ મોડી રાતે અચાનક ઠપ થયું. દુનિયાભરમાં યુટ્યુબ સર્વર ડાઉન થતા કરોડો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા. યુઝર્સ ના તો વીડિયો જોઈ શકે છે કે ના તો કંઈ પણ અપલોડ કરી શકે છે. યુટ્યુબ લોગિંગ કરતાની સાથે એરર 500 નજરે પડે છે.

પોતાના એકાઉન્ટમાં લોગિંગ કરી રહેલા યુઝર્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ બાદ કેટલાય યુઝર્સે સોશિયલ મીડિયા પર ઈન્ટરનલ એરરના મેસેજ પણ શેર કર્યા.

જો કે, બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા યુટ્યુબ દ્વારા ટ્વીટ કરીને માહિતી પણ આપવામાં આવી કે, સેવા બંધ થતા અમે માફી માગીએ છીએ પણ તેના પર જ કામકાજ ચાલી રહ્યુ છે. જેથી જેવું સર્વર શરૂ થશે તરત જ જાણ કરવામાં આવશે.

You might also like