હવે YouTube પર જોઇ શકાશે દુનિયાભરના બ્રેકિંગ ન્યૂઝ

ચાલતા ફરતા ન્યૂઝ આપવાના અને અપડેટ રહેવાના કલ્ચરને પ્રોત્સાહન આપતા હવે YouTube પણ મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. YouTubeના હોમપેજ અને મોબાઇલ એપલીકેશન પર એક અલગ સેક્શન હશે, જેમાં દુનિયાભરમાંથી આવતા બ્રેકિંગ ન્યૂઝના વીડિયો જોવા મળશે.

હાલમાં તે કહેવું મુશ્કેલ છે કે આ નવું ટેબ હંમેશા YouTubeનો ભાગ રહેશે કે નહી, અથવા તો Google અલગોરિથમ કોન્ટેન્ટ પસંદ કરશે અથવા મેન્યુઅલી ક્યૂરેટ કરવામાં આવશે. YouTubeની યુવાનો વચ્ચે વધી રહેલી લોકપ્રિયતાને જોતા આ ફિચર્સ નવી જનરેશન માટે ખૂબ મદદમાં આવશે.

એન્ડ્રોઈડ પોલીસના રિપોર્ટ અનુસાર, આ નવું ટેબ વેબના હોમપેજ પર રેકમેંડેડ ચેનલની બાજુમાં હશે અને મોબાઈલ એપલીકેશન પર સજેસ્ટેડ વીડિયોની વચ્ચે સ્ક્રોલ કરીને જોઈ શકાશે. માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ YouTube એપલીકેશનને મોટી કંપનીઓ જાહેરાત માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે જોઈ રહી છે.

You might also like