કાશ્મીરના 80 યુવાઓ આતંકી સંગઠનોમાં જોડાયાની આશંકા…

રમઝાનના પવિત્ર મહિનામાં એક તરફ પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીરમાં સતત સીઝફાયરનું ઉલંઘન કરી રહ્યુ છે ત્યારે સુરક્ષા એજન્સીઓએ ચેતવણી આપી છે કે ઘાટીના ઘણા યુવાઓ આતંકી સંગઠનોમાં શામેલ થયા છે.

સુરક્ષા એજન્સીઓના કહ્યા પ્રમાણે, આતંકી સંગઠનો અત્યાર સુધીમાં લગભગ 80 જેટલા યુવાઓની ભરતી કરી ચુક્યુ છે. એજન્સીઓથી જોડાએલા અધિકારીઓએ જણાવ્યુ કે સીઝફાયરથી સૌથી વદારે પ્રબાવિત દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલવામાં જિલ્લાના યુવાઓ આઈએસઆઈએસ-કાશ્મીર, અલકાયદાની શાખા અંસાર ગજવત ઉલ હિન્દ જેવા આતંકી સંગઠનોમાં શામેલ થઈ રહ્યા છે.

અધિકારીઓએ વધુ જણાવતા કહ્યુ હતુ કે ‘મે મહિનામાં 20 થી વધારે યુવાઓ આતંકી સંગઠનોમાં શામેલ થયા છે. તેમાં ગંદરબાલનો રાઉફ પણ શામેલ છે જે ગવર્નમેન્ટ પોલિટેક્નિક સંસ્થાનો છાત્ર છે.’

ડોક્ટરનું પણ સંગઠનમાં શામેલ થવાની આશંકા

આઈપીએસ અધિકારી ઈનામુલક મેનગનુનો ભાઈ જે એક યૂનાની ડોક્ટર છે તે શોપિયાથી ગાયબ છે. સુરક્ષા એજન્સીઓને શખ છે કે તે પણ આતંકી સંગઠનમાં શામેલ થયો છે. જો કે વિતેલા કેટલાક દિવસોમાં ઘાટીથી ઘણા યુવાઓ ગાયબ થયા છે તપાસ એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે કે શુ અચાનક ગાયબ થયેલા યુવા આતંકીઓના ચંગુલમાં ફસાઈને તેમા જોડાયા છે કે કેમ.

You might also like