અમદાવાદ: નિરમા યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા એક યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ગાંધીનગરમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. સેકટર-૭ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર સેકટર-૪ ખાતે રહેતા અને સચિવાલયમાં સામાન્ય વહીવટી વિભાગમાંં ફરજ બજાવતા પંકજભાઇ રાજપૂતનો રપ વર્ષીય પુત્ર પાર્થ નિરમા યુનિ.માં પીએચડી કરી રહ્યો હતો. પંકજભાઇ કોઇ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોઇ સપરિવારને જવાનું હતું, પરંતુ પાર્થે લગ્નમાં ન જઇ ઘરે રહેવાનો આગ્રહ રાખ્યો હતો. આથી પંકજભાઇ પાર્થને ઘરે મૂકી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. મોડી રાત્રે ઘરે પરત ફરતાં પાર્થના મૃતદેહને પંખા સાથે લટકતો જોઇ તેઓ તથા તેમના પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. આ અંગે જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ સઘન તપાસ શરૂ કરી છે.
પાર્થના મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું હતું કે હું પીએચડી થઇ શકું તેમ નથી તેથી આત્મહત્યા કરું છું. મારાં માતા-પિતાને દોષી ઠરાવશો નહીં. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીિત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…
(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…