જેડીયૂ MLCના પુત્ર પર હત્યાનો આરોપ, પોલીસે કરી પિતાની ધરપકડ

ગયા: ગયામાં શનિવારે રાત્રે ખુલ્લેઆમ ગોળી મારીને એક યુવકની હત્યા કરવાના મામલે જેડીયૂ એમએલસી મનોરમા દેવીના પતિ બિંદી યાદવની ધરપકડ કરવામાં આવી છે. બિહાર પોલીસે આ મામલે તેમની સાથે પૂછપરછ કરી ચૂકી છે.

કહેવામાં આવી રહ્યું છે કે યુવક પર ગોળી ચલાવનાર બિંદી યાદવનો પુત્ર રોકી છે. ગયાના રામપુરમાં થયેલી આ ઘટનામાં ગોળી વાગવાથી યુવક આદિત્યનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. રોકીના બોડીગાર્ડ રાજેશ કુમારની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પૂછપરછ બાદ બિંદી યાદવે મીડિયાને કહ્યું હતું કે ઘટનાન સમયે તેમનો પુત્ર ગાડી ચલાવી રહ્યો હતો. જ્યારે બાકી ચાર લોકો નશાની હાલતમાં હતા. તેમણે કહ્યું કે તેમના પુત્રથી ભૂલથી ગોળી ચાલી ગઇ હતી. યાદવે કહ્યું કે તેમણે મારા પુત્રની કારને ઓવરટેક કરી તેને અટકાવ્યો. તેને બહાર કાઢીને તેની સાથે મારઝૂડ કરી. મારા પુત્રએ પોતાના બચાવમાં બંદૂક કાઢી હતી અને ભૂલથી ગોળી છૂટી ગઇ.

મૃતકના મિત્રના નિવેદનના આધારે બિંદી યાદવની ધરપકડ કરવામાં આવી છે. મૃતકના મિત્રનું કહેવું છે કે અજાણ્યા લોકોએ તેના મિત્રની ધોલાઇ કરી અને પછી તેને ગોળી મારી દીધી. તેને જણાવ્યું હતું કે એક આરોપી કમાંડોના યૂનિફોર્મમાં હતો. આયુષે કહ્યું કે ‘તેમણે મારા મિત્રને ફટકાર્યો અને ગોળી ચલાવી. જેથી તેનું મોત નિપજ્યું. અમે તેમની કારને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે હવામાં ફાયરિંગ શરૂ કરી દીધું. તેમાંથી એક કમાંડોના ડ્રેસમાં હતો.

પ્રાથમિક માહિતી અનુસાર મૃત્યું પામનાર યુવક જેડીયૂ મહાનગર અધ્યક્ષનો ભત્રીજો છે. જો કે બાદમાં જાણકારી મળી કે તે જેડીયૂના કોઇ નેતાનો સંબંધી નથી.

You might also like