છત્રાલ ‌બ્રિજ નજીક ટ્રાન્સપોર્ટર પર કેટલાંક યુવકોએ કર્યો જીવલેણ હુમલો

અમદાવાદઃ કલોલનાં છત્રાલ ગામે છેલ્લાં કેટલાંક સમયથી હિંદુ અને મુસ્લિમ કોમ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આ મામલે સામ-સામે પોલીસે ફરિયાદો પણ નોંધવામાં આવી છે.

આ બનાવને લઇ ગઇ કાલે છત્રાલયમાં રહેતા ટ્રાન્સપોર્ટર પર પાંચથી છ મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની મળતી માહિતી એવી છે કે, છત્રાલ ગામમાં આવેલા દીવાણી વાસમાં રહેતા કલ્પેશભાઇ પટેલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ગત મોડી રાત્રે પ્રકાશભાઇ સહયોગ હોટલ પર લસ્સી પીને એક્ટિવા પર ઘેર પરત ફરી રહ્યાં હતાં ત્યારે છત્રાલ બ્રિજ નજીક અચાનક જ એક સફેદ કલરની પીકઅપ ડાલુ ગાડી આવી હતી અને તેમાંથી છત્રાલ ગામે રહેતા ઇસ્તીફાક ટપાલીનો છોકરો મહેબુબ મલેક, નાઝીમ સૈયદ, અબુમિયાં સૈયદ અને હુનિયો સહિતનાં છ વ્યક્તિઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો.

છ લોકો કલ્પેશભાઇને માર મારીને ફરાર થઇ ગયાં હતાં. ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જો કે આ ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે કલ્પેશભાઇની ફરિયાદનાં આધારે છ વ્યક્તિ સામે હત્યાનાં પ્રયાસ તેમજ રાયોટિંગનો ગુનો નોંધીને તેઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

You might also like