રૂપિયાની લાલચ આપી યુવાને બે બાળકીઓ પાસે અઘટિત માગણી કરી

અમદાવાદ: શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ચોક પાસેના એક એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતી બે બાળકીઓને રૂપિયાની લાલચ આપીને ઓરલ સેકસની માગણી કરતાે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાંચ અને નવ વર્ષની બંને બાળકીઓને યુવકે પાંચ અને દસ રૂપિયા આપવાની લાલચ આપીને આ કૃત્ય કરવાનું કહ્યું હતું. બંનેએ તેમના માતા પિતાને આ મામલે વાત કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

નવા નરોડા બાપા સીતારામ ચોક પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીત મહિલાએ તેના ઉપરના માળે રહેતા કમલેશ પટેલ નામના યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. બંને બાળકીઓ સોમવારની સાંજે એપાર્ટમેન્ટમાં રમતી હતી ત્યારે કમલેશ તેમની પાસે આવ્યો હતો.

કમલેશે બંને બાળકીઓને પાંચ અને દસ રૂપિયા આપવાનું કહીને અઘટિત માગણી કરી હતી. બંને પૈકી એક બાળકીએ ઘરે પહોંચીને તેના માતા પિતાને જાણ કરી હતી. કમલેશની આ હરકતથી બંને જણા ઉશ્કેરાયા હતા અને સોસાયટીના સભ્યોને ભેગા કરીને પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે મોડી રાતે મહિલાની ફરિયાદના આધારે કમલેશની ધરપકડ કરી હતી.

You might also like