ક્રિકેટ રમતા યુવાનો વચ્ચે ધીંગાણુંઃ બેટ ફટકારી એકની હત્યાઃ બે ગંભીર

અમદાવાદ: વીરમગામ નજીક વલાણા ગામ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમતા યુવાનો વચ્ચે આઉટ-નોટઆઉટ બાબતે ધીંગાણું થતાં એક યુવાનની બેટ ફટકારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી હુમલાખોર છ યુવાનોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વીરમગામ નજીક વલાણા અને કોપતા ગામ વચ્ચે આવેલા ખુલ્લા મેેદાનમાં ગઇ કાલે સાંજે ભરવાડ અને ઠાકોર કોમના યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે પ-૦૦ વાગ્યાના સુમારે બંને ટીમ વચ્ચે એક યુવા ખેલાડીના આઉટ-નોટઆઉટ થવા મામલે બંને ટીમ વચ્ચે જોરદાર હુમલા થતાં ભરત જયરામભાઇ ઠાકોર નામના યુવાનને ચાર-પાંચ શખ્સોએ ભેગા મળી પકડી રાખી તેના પર બેટથી હુમલો કરતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું જ મોત થયું હતું. જ્યારે દશરથ ઠાકોર સહિત બે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

You might also like