કાર ઝાડ સાથે અથડાતાં યુવાનનું મોતઃ પરિવારનો અદ્ભુત બચાવ

અમદાવાદ: કઠલાલ રોડ પર ભટેરા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાતાં કાર ચલાવી રહેલા યુવાનનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું જો કે અા ઘટનામાં તેના પરિવારનો અાબાદ બચાવ થયો હતો.
અા અંગેની વિગત એવી છે કે કઠલાલમાં રહેતા સચીનભાઈ મગનભાઈ સાધુ તેમના પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. રાજસ્થાનથી પરત અાવતી વખતે કઠલાલ રોડ પર ભટેરા ગામ પાસે સચીનભાઈને કાર ચલાવતી વખતે જ ઝોકું અાવી જતાં કાર જોરદાર ધડાકા સાથે ઝાડ સાથે અથડાઈ હતી જેમાં સચીનભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જો કે અા ઘટનામાં તેમના પરિવારના સભ્યોનો અાબાદ બચાવ થયો હતો. પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like