હવે બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ બન્યા જૂત્તાબોંબનો ભોગ

પટના : જિલ્લાનાં બખ્તિયાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારપર જૂત્તુ ફેંકવામાં આવ્યું. જો તે તે મુખ્યમંત્રી સુધી પહોંચી શક્યું નહોતું. જો કે યુવક મહિલાઓને અનામત આપવાનો વિરોધ કરી રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી નીતીશ કુમારે મહિલાઓને અનામત આપવા અંગેનો એક નિર્ણય લીધો છે. હાલમાં તો પોલીસે તેની ધરપકડ કરી છે.
અપરાહ્ય બખ્તિયારપુરમાં સ્વતંત્રતા સેનાની પંડિત શીલભદ્ર યાચીની પુણ્યતિથી પર એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી મહિલાઓને 35 ટકા અનાતમ આફવા અને દારૂબંધીનાં નિર્ણય અંગે બોલી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક અચાનક આગળ આવ્યો અને પોતાનું જુત્તુ મુખ્યમંત્રી તરફ ફેંક્યું હતું.
જો કે જુતુ તેમનાં સ્ટેજ સુધી નહોતું પહોંચ્યુ, પરંતુ આ ઘટના બાદ અફડા તફડી મચી ગઇ હતી. યુવકની તત્કાલ ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવી તે યુવકનું નામ પ્રવેશ કુમાર યાદવ છે.

You might also like