યુવકની બેશરમી,ત્રિરંગાને સળગાવતી તસ્વીર કરી પોસ્ટ : ધરપકડ સમયે પણ પોલીસ સાથે લીધી સેલ્ફી

ચેન્નાઇ : ત્રિરંગો સળગાવતો હોય તેવી તસ્વીર ફેસબુક પર પોસ્ટ કરનારા આરોપી યુવક દિલીપન મહેન્દ્રનની પોલીસે ધરપકડ કરી લીધી છે. શનિવારે તિરંગાનું અપમાન કરવાની યુવકી આ તસ્વીર ફેસબુક ઉપરાંત અન્ય નેટવર્કિંગ સાઇટ્સ પર પણ વાઇરલ થઇ ગઇ હતી. પ્રાઇવેટ એરલાઇનનાં એક પાયલોટ સી.આર નવીન કુમાર સહિત બે લોકોએ દિલીપન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે શનિવારે રાત્રે દિલીપનની ધરપકડ કરી લીધી હતી. યુવકની ધરપકડ થઇ તો યુવક લાજવાનાં બદલે ગાજ્યો અને તેણે ધરપકડ માટે આવેલા અધિકારીઓ સાથે સેલ્ફી પાડીને પણ સોશ્યલ મીડિયા પર મુકી હતી.
દિલીપે શુક્રવારે રાત્રે ત્રિરંગો સળગાવતો હોય તેવા પ્રકારની પોતાની તસ્વીર પોસ્ટ કરી હતી. ટુંક જ સમયમાં આ તસ્વીર ફેસબુક ઉપરાંત અન્ય સોશ્યલ સાઇટ્સો પર પણ ટ્રેન્ડ કરવા લાગી હતી.જો કે દિલીપીને તુરંત જ પોતાની તસ્વીર ફેસબુક પરથી હટાવી લીધી હતી. 25 વર્ષનાં દિલીપને પોતાની જાતને પેરિયાર સમર્થક ગણાવ્યો હતો. દિલીપન મેડિકલ કોલેજની 3 વિદ્યાર્થીનીઓ અને હૈદરાબાદ યૂનિવર્સિટીનાં દલિક વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા વિરુદ્ધ પ્રદર્શનોમાં ભાગ લઇ ચુક્યો છે.
દિલીપને પોતાનાં આ આંદોલનની તસ્વીર પણ ફેસબુક પર મુકી હતી. દિલીપને જ્યારે ત્રિરંગો સળગાવતી પોતાની તસ્વીર પોસ્ટ કરી તો તેની જેવી જ હિન માનસિકતા ધરાવતા લોકો તેનાં સમર્થનમાં પણ ઉતરી આવ્યા હતા. જો કે મોટા ભાગનાં લોકોએ તેનાં આવા કૃત્યને વખોડી નાખ્યું હતું. જો કે તેનાં સમર્થનમાં આવેલા લોકોની દલિલ હતી કે કથિત રીતે મોદી અને સાનિયા મિર્ઝાએ પણ ત્રિરંગાનું સન્માન નહોતું કર્યું.

You might also like