કુવેતમાં અઠવાડિયાથી ભૂખ્યો તરસ્યો વલખા મારી રહ્યો છે યુવાન, મોદી પાસે માંગી મદદ

કુવેત: સારી નોકરી મેળવવાની લાલચમાં કુવેત ગયેલા અને ત્યાં અમાનવીય વ્યવહાર સહન કરવા મજબૂર ઉત્ત પ્રદેશના ગોંડામાં રહેનાર એક યુવકના પરિવારજનોએ તેના ઘરે પાછા આવવા માટે વિદેશ મંત્રાલય પાસે મદદ માટે અપીલ કરી છે.

જિલ્લાના કોતવાલી દેહાત જિલ્લાના ફિરોજપુર ગામનો યુવક અંસાર ખાન (26) ને કરવામાં આવેલા વાયદાથી વિપરીત અમાનવીય રીતે કામ કરાવવામાં આવતા તેણે કંટાળીને ભારતીય દૂતાવાસ પાસે મદદ માંગી છે.

યુવકના પરિવારજનોના પ્રમાણે તેના સમસ્યાનું સમાધાન થયું નથી. પૈસા અને ખાવા પીવાનો સામાન ન હોવાને કારણે છેલ્લા એક અઠવાડિયાથી દૂતાવાસમાં ભૂખ્યો તરસ્યો પડી રહ્યો છે.

બે વર્ષ માટે ગયો હતો કુવેત
ખાનના પિતા બહરેચીએ જણાવ્યું કે તેમનો પુત્ર એક એજન્ટ દ્વારા બનાવામાં આવેલા વિઝા પર ગત 15 જાન્યુઆરીએ બે વર્ષ માટે કુવેત ગયો હતો. તેમના પુત્રને ઓફિસમાં રોજના 8 કલાક કામ કરવાની વાત કરી હતી.

રોજે 16 થી 18 કલાકનું કામ
બહરેચીનું કહેવું હતું કે તેમને તેમના પુત્રને કુવેત મોકલવા માટે જમીન વેચીને મળેલા 1 લાખ 35 હજાર રૂપિયા એજન્ટને આપ્યા હતાં. કુવેત પહોંચ્યા પછી ગરમીમાં તેમના પુત્રને ઊંટ અને ઘેટાંને ચરાવવા માટેના કામમાં લગાવી દેવાયો હતો. આ ઉપરાંત દરરોજ 16 થી 18 કલાક સુધી કામ કરાવીને ત્રાસ આપવામાં આવતો હતો.

બે મહિનાથી નથી મળ્યો પગાર
તેમને આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રને અત્યાર સુધી ફક્ત એક જ મહિનાનો પગાર આપવામાં આવ્યો છે, જે કો તેને કામ કરવામાં ત્રણ મહિના પૂરા થઇ ગયા છે. ત્રાસથી દુખી અંસાર 20 એપ્રિલે ભાગીને કુવેટમાં આવેલ ભારતીય દૂતાવાસ પહોંચ્યો. ત્યાં તેને લેખિત ફરિયાદ ક્રમાંક 1425 પર નોંધાવી.

પૈસા નથી દેશમાં પાછા આવવાના
ફરિયાદ પર હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. બહરેચીનું કહેવું છે કે તેમના પુત્ર પાસે ખાવા પીવાનો સામાન નથી કે દેશમાં પાછા ફરવા માટે રૂપિયા નથી. તે ભૂખ્યો તરસ્યો છેલ્લા એક અઠવાડિયાથી દૂતાવાસ પરિસરમાં જ રહ્યો છે.

પીએમ મોદીની મદદ ઇચ્છે છે પરિવાર
તેમનું કહેવું છે કે ખાનને કુવેત મોકલવા માટે તેમને પોતાનું ખેતર વેચીને પૈસા આપ્યા હતાં. હવે તેને કોઇ કર્જ આપવા પણ તૈયાર નથી કે તે પોતાના પુત્રને પાછો લાવવા મદદ કરી શકે. બહરેચીએ અપીલ કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહી કરીને તેમના પુત્રને ભારત લાવવામાં મદદ કરે.

સ્થાનીય સ્તર પર નથી થઇ શકતી કાર્યવાહી
પોલીસ અધીક્ષક રવિન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે આ બાબત તેમના હાથ નીચે આવી છે. પરંતુ વિદેશ મંત્રાલયથી સંબંધિત હોવાને કારણે સ્થાનીય સ્તર પર કોઇ કાર્યવાહી કરવી અશક્ય છે.

You might also like