યુવાનનો ગળેફાંસો ખાઈ અાપઘાત ફ્રેન્ચવેલ પરથી પટકાતાં એકનું મોત

અમદાવાદ: મોટેરા રોડ પર અાવેલી સોસાયટીમાં રહેતા એક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ અાપઘાત કર્યો હતો જ્યારે એક યુવાનનું સાબરમતી ફ્રેન્ચવેલ પરથી પટકાતાં ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું.
અા અંગેની વિગત એવી છે કે મોટેરા રોડ પર અાવેલ શાલિગ્રામ વિભાગ-૧માં રહેતા સંતોષ સતદેવ યાદવ નામના ૧૮ વર્ષના યુવાને સવારના ૧૦ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ અાપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી પરંતુ અાપઘાત કરવાનું કારણ જાણવા મળ્યું નથી. જ્યારે સાબરમતી અચેર ગામ ખાતે રહેતા ચંદ્રેશ કિશોરભાઈ રાઠોડ નામનો યુવાન સાબરમતી ફ્રેન્ચવેલ ઉપરથી પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like