શિખ વિરોધી તોફાનોનાં આરોપી જગદીશ ટાઇટલર પર યુવકનો હૂમલો

નવી દિલ્હી : એક શિખ યુવકે શનિવારે મોડી રાત્રે કોંગ્રેસી નેતા અને 1984નાં શિખ વિરોધી તોફાનોનાં આરોપી જગદીશ ટાઇટલર પર હૂમલાનો પ્રયાસ કર્યો હતો. ટાઇટલર દક્ષિણી દિલ્હીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાં તે સમયે થઇ જ્યારે કોંગ્રેસી નેતા વિવાહ સમારંભમાંથી બહાર નિકળી રહ્યા હતા.
સહજ ઉમંગ સિંહ (23)નામનાં યુવકે ટાઇટલરને પહેલા ગાળો ભાંડવાનું ચાલુ કર્યું હતું. ત્યાર બાદ અચાનક ઉશ્કેરાઇને તેનાં પર ગ્લાસ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ટાઇટલરની સમયસુચકતાનાં કારણે તે બચી ગયા હતા. ટાઇટલરને કોઇ ઇજા થઇ નહોતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવકને લોકોએ પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લઇને પ્રાથમિક પુછપરછ બાદ છોડી મુકવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ઘટનાં શનિવારે રાત્રે 11 વાગ્યે દક્ષિણ દિલ્હી ખાતેનાં મેહરોલીમાં બની હતી. એક ફાર્મહાઉસમાં લગ્ન દરમિયાન આ ઘટનાં બની હતી. લગ્ન સમારંભમાં યુવક પણ આવ્યો હતો અને જગદીશ ટાઇટલર પણ.

You might also like