ક્રિકેટર મહંમદ યુસુફને બનાવટી મુલ્લા ગણાવતો રમીઝ રાજા

કરાચી: પાકિસ્તાનના ઝડપી બોલર મહંમદ આમિરને પાકિસ્તાન તરફથી રમવાની મંજૂરી આપવી કે નહિ તે બાબતે ટીવી કાર્યક્રમમાં પૂર્વ ક્રિકેટર યુસુફ અને રમીઝ રાજા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. અને રીતસર બંને બાખડી પડ્યા હતા. જેમાં રમીઝે દાઢી રાખનારા યુસુફને બનાવટી મુલ્લા સાથે સરખામણી કરી હતી.

રમીઝ રાજાઅે યુસુફ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તે ખોટું બોલે છે અને તેણે પાકિસ્તાન ક્રિકેટ માટે અનેક પરેશાની ઊભી કરી છે. આ અંગેની કિલપ તુરત જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી.

જોકે આ બંને પૂર્વ ક્રિકેટર વચ્ચે વપરાયેલી ભાષા અંગે અનેક પૂર્વ ખેલાડીઓ, વિવેચકો અને ચાહકોઅે નિરાશા વ્યકત કરી હતી. રમીઝ રાજા અને મહંમદ યુસુફ વચ્ચે થયેલા વિવાદ બાદ અનેક સવાલો થઈ રહયા છે. પાક.ના ઝડપી બોલર મહંમદ આમિરને ટીમમાં સમાવવો કે નહિ તે મુદે પાકિસ્તાન ક્રિકેટ બે લોબીમાં વહેંચાઈ ગયું છે.

જિયો સુપર ચેનલ પરના કાર્યક્રમમાં મહંમદ યુસુફ અને રમીઝ રાજા વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન બંનેઅે અેકબીજા પર કેટલાક અંગત આક્ષેપો પણ કર્યા હતા. તેમજ કેટલાક અશોભનીય શબ્દનો ઉપયોગ કર્યો હતો.આમિર અંગે યુસુફે જણાવ્યું કે રમીઝ ક્રિકેટ જાણતો નથી અને તે અેક શિક્ષક તરીકે જ સારો લાગે છે. તેનાથી પણ આગળ વધીને યુસુફે રમીઝ રાજા પર કેટલાક અંગત આક્ષેપો કરતાં રમીઝ રાજાઅે પણ વળતા પ્રહારો કર્યા હતા.

You might also like