તમારું કામ બોલે છેઃ શ્રદ્ધા

શક્તિ કપૂર અને શિવાંગી કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘અાશિકી-૨’એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી. ત્યારબાદ તેની ‘એક વિલન’, ‘હૈદર’, ‘એબીસીડી-૨’ જેવી ફિલ્મો સુપરહિટ રહી. શ્રદ્ધા પાસે હાલમાં ઘણી સારી ફિલ્મો પણ છે. શ્રદ્ધા ફિલ્મોની પસંદગીમાં કઈ બાબતનું ધ્યાન રાખે છે તે અંગે વાત કરતાં તે કહે છે કે હું માત્ર સારી કહાણીઓ અને સારી ભૂમિકાઓનો ભાગ બનવા ઈચ્છું છું. એ જ કારણ છે કે બોલ્ડ અને ઈન્ટિમેટ સીનને પણ હું સામાન્ય દૃશ્યની જેમ જ જોઉં છું.
તેને બોલિવૂડમાં કોઈ પણ પ્રકારની હરીફાઈ અનુભવાતી નથી. તે કહે છે કે હું જાતે જ મારી હરીફ છું. હું મારી જાત સાથે જ હરીફાઈ કરવાનું પસંદ કરું છું. હું માનું છું કે તમે જે કામ કર્યું હોય તે બોલે છે. સફળતાને હું ક્યારેય મારા પર સવાર થવા દેતી નથી, જ્યારે નિષ્ફળતાને મારા દિલ સુધી અાવવા દેતી નથી. હું જ્યારે મારાં માતા-પિતાને હસતાં અને ફિલ્મની સફળતાનો અાનંદ ઉઠાવતાં જોઉં છું ત્યારે હું ખૂબ ખુશ થઈ જઉ છું. હવે શ્રદ્ધાની ફિલ્મ ‘બાગી’ ટાઈગર શ્રોફ સાથે અાવી રહી છે. તે પહેલી વાર અા ફિલ્મમાં ઓનલાઈન રોમાન્સ કરતી જોવા મળશે. હું અાદિત્ય રોય કપૂર સાથે પણ એક ફિલ્મ કરી રહી છું, તે મણિરત્નમ્ની તામિલ સુપરહિટ ફિલ્મ ‘કાઢલ કંમણી’ની રિમેક છે. અા ઉપરાંત હું ‘રોકઓન-૨’માં અભિનયની સાથે ગીત પણ ગાતી જોવા મળીશ. •

You might also like