બ્રેન પાસવર્ડથી ખુલશે તમારા સ્માર્ટફોનું લોક, આ રીતે કરશે કામ

વૈજ્ઞાનિકોએ એક એવી સિક્યોરિટી સિસ્ટમ વિકસિત કરી છે જે શ્રૃખ્લાગત તસવીરોની પ્રતિક્રિયામાં તેના મસ્તિસ્કથી નિકળનારા તરંગોનું વિશ્લેષણ કરીને તે વ્યક્તિની ઓળખ કરશે. આ પ્રણાલી આવનારા સમયમાં ઉપકરણોને સારી રીતે સુરક્ષા આપવામાં મદદ કરી શકે છે.

આ હેકર્સના મુકાબલે ઘણી અધિક પ્રબળ અને સારી ટેક્નિક માનવામાં આવી રહી છે. ઘણા સ્માર્ટફોનમાં ચેહરાની ઓળખ, ફિંગરપ્રિન્ટ સ્કેન અને અન્ય બાયોમેટ્રિક સિસ્ટમ શામેલ હશે. જો કે, આ ટૂલ્સનો ઉપયોગ કરવાની સાથે એ સમસ્યા પણ છે કે જો એકવાર તેને સેટ કરી દેવાઈ ત્યારબાદ તે ફરીથી રીસેટ નહિ થાય.

અમેરિકામાં બફેલો (યૂબી) યૂનિવર્સીટીના સહાયક પ્રોફેસર વેન્યાઓ જુ એ કહ્યુ, ‘જો આઈરસ કે ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરી લઈએ તો તેને બીજી વખત બદલી નહિ શકાય. આ કારણ છે કે આપણે એક નવા પ્રકારનો પાસવર્ડ વિકસિત કરી રહ્યા છે જે ચિત્રો શ્રૃખ્લાગત તસવીરોની પ્રતિક્રિયામાં તેના મસ્તિસ્કથી નિકળનારા તરંગોનું વિશ્લેષણ કરીને તે વ્યક્તિની ઓળખ કરશે.’

તેમણે કહ્યુ કે પાસવર્ડની આ સિક્યોરિટી સિસ્ટમની મદદથી પાસવર્ડને રીસેટ કરવું સરળ હશે અને તેનો ઉપયોગ બાયોમેટ્રિક તરીકે પણ કરી શકાય છે. જો કે તેના માટે લોકોને હેડફોન પહેરવાની જરૂર પણ પડી શકે છે. જુ એ કહ્યુ કે મસ્તિસ્ક બાયોમીટ્રિક પ્રણાલી પર પરાકાષ્ટાથી કરવામાં આવેલી પહેી શોધ અધ્યયમ છે.

You might also like