જાણી લો સલાડ ખાતાં પહેલા તેની સાઇડ ઇફેક્ટસ

એસ સંશોધન કર્તા પ્રમાણે યમુનાના પાણીમાં ઘણા હેવી મેટલ રહેલા હોય છે જે શાકભાજીમાં મિક્સ થઇ જાય છે અને તેને દ્વારા લોકના શરીરમાં પ્રવેશ કરી દે છે. ગરમીમાં વધારે વોટર કન્ટેટથી ભરપૂર શાકભાજી છે. જેનો આપણા ડાયેટમાં સમાવેશ થાય છે અને તેનો હેલ્ધી ડાયેટમાં પણ સમાવેશ કરવામાં આવે છે. પરંતુ હાલના એક રિસર્ચ પ્રમાણે કેટલાક હેલ્ધી ફૂડ્સમાં પણહેવી મેટલ હોવાના કારણે આપણને બિમાર પણ કરી શકે છે.

ખીરા કાકડી જેવા કેટલાક વોટર કન્ટેટથી ભરપૂર ફૂડ્સ જે ગરમીમાં ઉપલ્બ્ધ હોય છે. જેમાં દૂધી અને તૂરિયા જેવા શાકભાજીનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ શાકભાજીના સેમ્પલને ઓવનમાં સૂકવીને ઓટોમિક ઓબ્ઝર્વેશન સ્પેક્ટરોમીટર દ્વારા તેમાં રહેલા હેવી મેટલના સ્તરની કપાસ કરવામાં આવી.

કેટલીક શાકભાજી ઉગાડવાનો સ્ત્રોત યમુનાનું પાણી છે. યમુના નદીમાં દિલ્હી અને મથુરાની ગંદકી પણ નાંખવામાં આવે છે. એવામાં પાણીમાં રહેલા હેવી મેટલ શાકભાજીમાં મિક્સ થઇ રહ્યા છે જે લોકોને બિમાર કરે છે.

એક સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે ડબ્લ્યૂએચઓ દ્વારા આપવામાં આવેલા માપદંડોથી વધારે હેવી મેટલ આ શાકબાજીમાં રહેલા હોય છે જે આપણા સ્વાસ્થયને ખરાબ કરે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું કે થોડાક પ્રમાણમાં ભારે ધાતુઓ શાકભાજીમાં રહેલા હોય છે પરંતુ તેનું વધારે પ્રમાણ શરીર માટે નુક્સાનદાયક બની શકે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો ધાતુના કારણે સ્કીન, હાર્ટ, બ્રેન, લીવર અને કિડની પર અસર પડે છે. રિસર્ચમાં કાકડી અને આ રીતની શાકભાજીમાં વધારે પ્રમાણમાં મેટલનું પ્રમાણ જોવા મળ્યું છે.

જો કે આ શાકભાજીને ભારે ધાતુઓથી બચાવી શકાય છે. પરંતુ સાચી રીતે આ ફળો અને શોકભાજીને ઉગાડવામાં આવો તો ક્યાં તો તેને ઉગાડવાની રીત બદલી નાંખવામાં આવે તો આ શાકભાજીઓને બારે ધાતુઓથી બચાલી શકાય છે.

જો તમને સ્વાસ્થય સારું રાખવા દૂધીનો રસ પીવાનું કહે તો આ વાત ધ્યાનમાં રાખજો કે દૂધીને ઓર્ગેનિકલી ઉગાડવામાં આવી હોય. ત્યારે જ તેનો જ્યૂસ પીવો.

You might also like