શું તમારા પાર્ટનર વિશે વિચારો છો કંઇક આવું, તો Love Lifeમાં થઇ શકે છે ભંગાણ

રિલેશનશિપમાં હોવાં પર આપ જ્યારે એકબીજા સાથે પૂરી ઇમાનદારીની આશા રાખો છો. એવામાં આપનાં મનમાં પોતાનાં પાર્ટનરને લઇને અનેક પ્રકારનાં સવાલ અથવા તો આશંકાઓ ઉભી થતી હોય છે. એવામાં ઘણાં બધાં એવાં નેગેટીવ વિચારો આવે છે કે જેની હકીકત શંકાસ્પદ હોય છે પરંતુ આપ આને સત્ય માનીને પોતાની રિલેશનશિપને ખતરામાં નાખી શકો છો.

પરંતુ તમને આનાંથી બચવા માટે આપ જે-જે વિચારો કરતા હોવ છો તેને ઓળખાવીને અમે આપને ચેતવી દઇશું. ત્યારે જાણી લો કે કઇ-કઇ વાતો છે કે જે આપની સાથે જોડાયેલી છે કે જેને લઇ આપનાં નેગેટીવ વિચારોથી આપનાં રિલેશનમાં ભંગ પડી શકે છે.

મારો ઉપયોગ કરે છેઃ
જો તમારો પાર્ટનર એવું ઇચ્છે કે આપ તેનાં માટે પર્સનલી અથવા તો પ્રોફેશનલી કંઇક કરો અને આપને એવું લાગે છે કે તે આપનાં નેટવર્કિંગ સ્કિલ્સ અને અન્ય ક્વોલિટીઝનો ઉપયોગ કરી રહેલ છે તો એવામાં આપ વગર વિચારે સમજે કોઇ પણ નિર્ણય પર ના પહોંચો. આ આપનો અહંકાર પણ હોઇ શકે છે.

મને નીચા દેખાડવાની કોશિશ કરે છેઃ
જો આપનો પાર્ટનર આપની કોઇ પણ વાતની આલોચના કરે છે અને આપ એવું વિચારો છો કે તે આપને હંમશાં નીચા દેખાડવાની કોશિશ કરે છે તો ત્યારે પણ આપે સંભાળવાની ખાસ જરૂર છે. રિલેશનશિપમાં આપ દરેક પોઇન્ટ પર ચર્ચા કરવા માટે સ્વતંત્ર હોવ છો અને આપને એકબીજાંની આલોચના પણ કરવી જોઇએ. આપની કોઇ પણ ભૂલની તરફ ઇશારો કરવાનો મતલબ એવો ક્યારેય નથી હોતો કે આપનાં પાર્ટનરનો ઇંટેશન આપને અપમાનિત કરવાનો છે.

મને દગો આપી રહેલ છેઃ
રિલેશનશિપમાં નકારાત્મક વિચારોની યાદીમાં આ વિચાર સૌથી ઉપર હોય છે. જો આપને તેની દરેક નાની-નાની વાતો પર શંકા કરવા લાગે તો તેનો અર્થ એવો થાય છે કે આપનાં સંબંધોમાં જરૂરથી કંઇક મુશ્કેલી આવવા જઇ રહી છે. આ સિવાય જો છોકરો કોઇ છોકરી સાથે વાત કરે છે અને આપ તેનાં વિશે કંઇ ખોટું વિચારો છો તો આ બાબત પણ આપનાં સંબંધો માટે યોગ્ય નથી.

તેને મને સમજવાની કોશિશ કરવી જોઇએઃ
ઘણી ખરી છોકરીઓ એવું વિચારતી હોય છે કે હું શું વિચારું છું અથવા તો હું શું અનુભવું છું. તે બધી જ વસ્તુ પોતાનાં પાર્ટનરને વગર દર્શાવે સમજી જવું જોઇએ. પરંતુ કોઇ પણ માઇન્ડ રીડર નથી હોતું. જેથી કોઇની પાસેથી એવી આશા રાખવી ના જોઇએ. રિલેશનશિપમાં ટૂ-વે કમ્યુનિકેશનની કોશિશ કરવી જ જોઇએ.

You might also like