પાલતૂ જાનવરોના લીધે જાતીય સંબંધ પર પડે છે પોઝીટીવ પ્રભાવ

નવી દિલ્હી: અનેક સંશોધનો એ સાબિત કરી ચૂક્યા છે કે ઘરમાં પાલતૂ જાનવરો રહેતાં ઇમ્યૂનિટી (રોગ પ્રતિકારક શક્તિ)માં વધારો થાય છે પરંતુ તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં કહેવામાં અવ્યું છે કે પાલતૂ જાનવરોના લીધે અંતરંગ સંબંધો પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. આ સેક્સ અપીલને વધારવામાં મદદગાર થાય છે.

જો તમારા ઘરમાં કોઇ નાનું ગલુડિયું હોય કે પછી બિલાડી પાળી હોય તો આપમેળે તમારામાં પરિવર્તન આવશે. જે ઘરમાં પાલતૂઓ જાનવરો હોય છે તે ઘરમાં જોવા મળ્યું છે કે ત્યાં લોકો એકબીજા પ્રત્યે વધુ કેરીંગ હોય છે. એવામાં પાર્ટનર પ્રત્યે પણ તમારું વલણ સામાન્યથી વધુ સારું થઇ જાય છે. શક્ય છે કે વહેવારમાં આવેલું આ પરિવર્તન જ તમારા પાર્ટનરને તમારા વધુ નજીક લાવે છે.

આ રિસર્ચના અનુસાર વિશેષજ્ઞોએ ઘણા એવા કપલ્સ શોધ્યા છે જેમની પાસે પાલતૂ જાનવર હતા. જો કે આ અધ્યનમાં મોટાભાગે મહિલાઓ હતી. તેમાંથી મોટાભાગે તેમની પાસે કુતરો હતો જ્યારે કેટલાકની પાસે બિલાડીઓ પણ હતી. રિઝલ્ટ મેળવવા માટે પ્રતિસ્પર્ધીઓને અલગ-અલગ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને તેમના જવાબોના આધારે જાણવા મળ્યું હતું કે તેમના ઘરમાં એક પાલતૂ જાનવર હોવાથી તેમના જાતીય સંબંધ પર સકારાત્મક અસર પડે છે.

ઘણી પ્રોફાઇલ્સ એવી પણ હતી જ્યાં લોકોએ પોતાના પાલતૂ જાનવરો સાથે પોતાનો લગાવી રાખ્યો હતો અને તેમનું માનવું છે કે આવા ફોટાથી લોકો તેમની તરફ વધુ આકર્ષિત થાય છે. પાલતૂ જાનવરની સાથે ફોટો અપલોડ કરવાથી એ સ્પષ્ટ થાય છે કે તે બીજા વ્યક્તિઓનો ખ્યાલ રાખવાનું જાણે છે. કોઇપણ સંબંધને સફળ બનાવવા માટે આ ગુણ હોવો અનિવાર્ય ગણવામાં આવે છે.

એક તરફ જ્યાં પુરૂષોને ઘર-પરિવાર અને ઘરવાળાની રાખનાર પાર્ટનરની ઇચ્છા હોય છે તો બીજી તરફ મહિલાઓને એવા પુરૂષો પસંદ આવે છે જે તેમને પૈંપર કરે. એવામાં આવા પાલતૂ જાનવરોની સાથે સમય વિતાવનારાઓ પ્રત્યે સકારાત્મક વિચારણી બને છે અને કદાચ આ કારણે જ સંબંધો પણ મધુર બને છે.

You might also like